આગમી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ફતેપુરા નગરમાં વિવિધ વિસ્તારમાં ફતેપુરાના પીએસઆઇ સી.બી. બરંડા દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસો ઓછો થઈ ગયા છે હાલ એક પણ કેસ નથી ત્યારે ફતેપુરા પીએસઆઈ બી. બરંડા દ્વારા લોકો જાગૃત રહે સાવચેત રહે તે અનુસંધાનમાં ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં ફતેપુરા નગરના વિવિધ વિસ્તારમાં કોરોનાનું ચુસ્તપણે પાલન થાય સોશિયલ ડિસ્ટન્સ રાખે માસ્ક બાંધી રાખે વેપારીઓ સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેને ધ્યાનમાં રાખી આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
Recent Comments