અંકલેશ્વર, તા.૧૪
વેપારીવર્ગથી લઈ ગરીબ મધ્યમ વર્ગના તમામ દિવાળી કેવી જશે એની ચિંતામાં છે. અત્યાર સુધી પણ દિવાળીની રોનક જ જોવા મળતી ન હતી. જોકે શનિ-રવિની રજાઓમાં અંકલેશ્વરના ચૌટા બજાર સહિત તમામ માર્કેટોમાં તેમજ કપડાંથી માંડીને તમામ દુકાનોમાં લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. નોકરિયાત વર્ગને સમયસર પગાર અને બોનસ મળી જતા દિવાળીની ઉજવણીમાં એક નવો જ પ્રાણસંચાર થયો હોય એમ હાલ જોવા મળી રહ્યું છે. દિવાળીનાં પર્વની ઉજવણીનાં થનગનાટ સાથે બજારોમાં નવા વર્ષને વધાવવા માટે લોકો અંતિમ ક્ષણોમાં બાકી રહેલી ખરીદીને પૂર્ણ કરવામાં લાગી ગયા છે. પ્રકાશનાં પર્વ દિવાળીને વધાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને કોરોના વાયરસના સંક્રમણની કપરો કાળ સમગ્ર દેશે જોયો છે અને અંકલેશ્વર શહેર તાલુકા તેમજ જીઆઈડીસી વિસ્તારને પણ જોયો છે તેમ છતાં તહેવારોને આવકારવાનો જે ઉત્સાહ અને સંસ્કાર તેમજ પરંપરા છે તેને લોકો ભૂલ્યા નથી. જોકે આ તહેવાર ટાણે જ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ટ્રાફ્કિનું ભારણ વધી ગયું છે. જેને લઇને પોલીસ તંત્રએ પણ સમયસર ટ્રાફ્કિ જામ જેવી પરિસ્થિતિના નિવારણ માટે અત્યારથી જ પગલાં ભરવા જરૂરી છે. શનિવારના રોજ બજારમાં ભારે ભીડ જામતા માર્ગો પર ટ્રાફ્કિ ભારણ વધ્યું છે. શહેરમાં ચૌટાબજારથી લઇ સ્ટેશન સુધી દરેક ચાર રસ્તા જંકશન પર ટ્રાફ્કિ જામ જોવા મળી રહ્યો છે.
Recent Comments