અમદાવાદ,તા.૧૩
કોંગ્રેસના દિગ્ગજ નેતા સાંસદ અહમદભાઈ પટેલે દિપાવલી, નૂતનવર્ષના પર્વ નિમિત્તે પ્રજાને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. અહમદભાઈ પટેલે જણાવ્યું કે, દીપાવલી પર્વ એ પ્રજા જીવનનું ઉત્સવ રૂપ પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. ચોતરફ દેશમાં રાગ-દ્વેષ, વેરઝેર, અરાજકતા પ્રવર્તી રહી છે, ઉપરાંત પ્રવર્તમાન સમયમાં કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારીને કારણે સર્વત્ર સામાજિક તેમજ આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આ કપરો સમય પણ આ પર્વના પ્રભાવમાં શમી જાય અને લોકો સત્વરે સ્વસ્થ તંદુરસ્ત અને ભય મુકત બની રહે તેવી કામના કરી છે. વધુમાં અહમદભાઈ પટેલે પ્રકાશનું આ દીપાવલી પર્વ તમામના જીવનમાં દિવ્યજયોતિની ચેતના પ્રજવલિત કરે અને આમ પ્રજાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઉન્નતિ આવે તેમજ સમાજમાં સકારાત્મક વિચારધારા સાથે હતાશારૂપી અંધકાર દૂર થઈ જાય અને ઓજસ-તેજસથી સર્વનું આવનારૂં નૂતન વર્ષ સંપન્ન બને તેવી આ તબક્કે સહૃદય શુભેચ્છાઓ પાઠવું છું. સર્વને દિપાવલી પર્વની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.
Recent Comments