પટણાના ગાંધી મેદાનમાં “દીન બચાઓ – દેશ બચાઓ” (ધર્મ બચાવો- દેશ બચાવો) ચળવળ અંતર્ગત ગત સાંજે ઈમારત-એ-શરિયા તથા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જંગી રેલી યોજીને દેશ અને મઝહબે ઈસ્લામ પર ઝળુંબી રહેલા ખતરા અંગે અવાજ ઉઠાવાયો હતો. આ જંગી જનસભામાં મુસ્લિમોનો જાણે કે દરિયો છલકાઈ ગયો હતો. વિવિધ મુસ્લિમ અગ્રણીઓએ આ સભાને સંબોધન કરી ઇજીજી દ્વારા નિયંત્રિત દ્ગડ્ઢછ સરકારથી સાવધ રહેવા હાકલ કરાઈ હતી અને બંધારણ સાથે ચેડાં કરવા જઈ રહેલા તત્ત્વોને આગામી-ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સબક શીખવાડવા અપીલ કરાઈ હતી. પ્રસ્તુત તસવીરમાં દેખાઈ રહેલા મુસ્લિમોનો જંગી સમૂહ જ સમગ્ર બાબતનું પ્રતિબિંબ પાડવા માટે પૂરતો છે.
“દીન બચાઓ, દેશ બચાઓ”ના નારા સાથે ધર્મ અને દેશની રક્ષા માટે મુસ્લિમોનું ઘોડાપૂર ઉમટ્યું

Recent Comments