(એજન્સી) તા.૨૯
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લેમીન (AIMIM)ના નેતા અસદુદ્દીન ઓવૈસી એ વાતથી નિરાશ છે કે લોકસભામાં ફક્ત મુસ્લિમ સભ્યોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીની શક્તિઓ અને દાયરો વધારવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ (અટકાવવા) કાયદામાં સુધારા માટે વિધાનસભાઓ વિરુદ્ધ વોટ કરવાનો વિકલ્પ પસંદ કર્યો. ઓવૈસી ઉપરાંત તેમની પાર્ટીના સાંસદ ઈમ્તિયાઝ જલીલ, હાજી ફજલુર રહેમાન (બસપા), કે.નવકાસની, મોહમ્મદ બશીર અને પી.કે.કુન્હાલીકુટ્ટી (ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ), હસન મસૂદી (નેશનલ કોન્ફરન્સ) અને બદરુદ્દીન અજમલ (એઆઈયૂડીએફ) અન્ય સાંસદ હતા. જેમણે યુએપીએ બિલ વિરુદ્ધ મતદાન કર્યુ જેના પક્ષમાં ૨૮૭ વોટ મળ્યા.
જોકે ઓવૈસીએ કહ્યું કે એક બિન મુસ્લિમ સભ્યએ પણ એનઆઈએ બિલનો વિરોધ કર્યો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે બે વિધાનોમાં અન્ય વિરોધીઓના ન ઊભા થવાથી ઈનકાર કરી દીધો. આ સત્ય છે કે જે આઠ સાંસદોએ યુએપીએ બિલ વિરુદ્ધ મતદાન કયુર્ં તે ઈસ્લામના અનુયાયી છે. ઓવૈસીએ ટીઓઆઇને જણાવ્યું કે આ પ્રવૃત્તિ એક ગંભીર મુદ્દો છે અને તમામ પક્ષો માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. ઓવૈસીએ કહ્યું કે હું તેમાં પક્ષો તરફથી બોલી નથી શકતો પણ મારે કહેવું પડશે કે કોંગ્રેસ જ હતી જે આ કાયદો લાવી હતી અને તે આ કાયદા માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે હું બિલનો મજબૂત વિરોધ કરું છું અને તેની વિરુદ્ધ મતદાન પણ કર્યુ કેમ કે આ મૌલિક અધિકારોનો ભંગ છે. જેવું કે ફિદેલ કાસ્ત્રોએ કહ્યું હતું કે ઈતિહાસ મને લુપ્ત કરી દેશે જ્યારે નિર્દોષ આ કઠોર કાયદાને કારણે પીડિત બનશે.