(એજન્સી) કોઝીકોડ,તા.૧૬
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે રેપ અને તેની હત્યા વિરૂધ્ધ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા બોલાવવામાં આવેલ બંધથી કેસના કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પર અસર પડી હતી. પોલીસે ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. બંધથી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લાઓમાં કોઝીકોડ, કન્નુર, મલ્લપુરમ, પલકકડ તથા તિરૂવનંતપુરમ જેવા વિસ્તારો રહ્યા હતા. કઠુઆમાં આઠ વર્ષની આસિફા સાથે થયેલ રેપની વિરૂધ્ધ સોશિયલ મીડિયા પર રવિવારે અભિયાન શરૂ કર્યો ત્યારબાદ સોમવારે બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. ખફા પ્રદર્શનકારીઓએ રોડની વચ્ચે ચક્કાજામ કરી દીધું અને દુકાનોને બળજબરી પૂર્વક બંધ કરાવી હતી. પ્રદર્શનકારીઓએ આરએસએસ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. બસો તથા બીજા વાહનોને સોમવારે સવારે ચાલવા ન હોતા દીધા જો કે પોલીસે પરિસ્થિતિ સંભાળતા પ્રદર્શનકારીઓને હટાવી ટ્રાફિક ઓછો કર્યો હતો. કોઝીકોડ, કન્નુર તથા પલક્કડમાંથી પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી. કન્નુર જિલ્લામાં કેટલાક પ્રદર્શનકારીઓએ અને દુકાનદારો વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવકની ઓળખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના સભ્ય તરીકે કરવામાં આવી હતી.