(એજન્સી) પેરૂ, તા.૧૯
દુનિયાના સૌથી રહસ્યમય રણમાં સામેલ પેરૂના નાજ્કા રણમાં ધરતીનો વધુ એક અજુબો મળી આવ્યો છે. પુરાતત્વિદોને એક ૨૨૦૦ વર્ષ જૂની બિલાડીનું વિશાળ રેખાચિત્ર મળી આવ્યું છે. આની શોધ કરનાર પુરાતત્વિદોએ જણાવ્યું કે, પેરૂના નાજ્કા રણમાં સ્થિત એક પહાડ પર આ બિલાડીની ૧૨૧ ફૂટ લાંબી આકૃતિ બનાવવામાં આવી છે. નાજ્કા લાઈન્સ પેરૂમાં સદીઓથી સુરક્ષિત છે અને આને નાજ્કા સંસ્કૃતિનો વારસો માનવામાં આવે છે. અત્યાર સુધી અહીં ઘણી વિશાળ આકૃતિઓ મળી છે અને આમાં હવે ૨૨૦૦ વર્ષ જૂની બિલાડીની આકૃતિની શોધ થઈ છે.
આકાશમાંથી નજરે પડે છે આ વિશાળ રેખાચિત્રો
આ બિલાડીની આકૃતિ અલાસ્કાથી આર્જેન્ટિના જતાં એક હાઈવેના કિનારે સ્થિત પહાડ પર બનેલી છે. દક્ષિણ પેરૂમાં સ્થિત નાજ્કા લાયન્સ જિયોગ્લિક (ધરતી પર બનેલ વિશાળ રેખાચિત્ર)નો એક સમૂહ છે. નાજ્કા લાઈન્સમાં અત્યાર સુધી ૩૦૦થી વધુ અલગ-અલગ આકૃતિઓ મળી ચૂકી છે જેમાં પશુ અને ગ્રહ સામેલ છે. પુરાતત્વિદ જોની ઈસ્લા કહે છે કે, બિલ્લીનું રેખાચિત્ર એ સમયે મળી આવ્યું જ્યારે દર્શકોને જોવા માટે બનાવવામાં આવેલ પોઈન્ટને સાફ કરવામાં આવ્યો. આ સફાઈનો હેતુ પ્રવાસીઓને સરળતાથી રહસ્યમય નાજ્કા લાયન્સને જોઈ શકવાનો હતો. અજીબ વાત તો એ છે કે, લગભગ ૨ હજાર વર્ષ પહેલાં એ સમયના લોકોએ કોઈ આધુનિક ટેકનોલોજી વગર ચિત્રોનું નિર્માણ કર્યું જેને ફક્ત આકાશમાંથી જ જોઈ શકાય છે.
ખતમ થવાના આરે હતું બિલાડીનું રેખાચિત્ર, આ રીતે બચાવાયું
ઈસ્લાએ કહ્યું કે, અમે એક રેખાચિત્ર સુધી બનેલ રસ્તાને સાફ કરી રહ્યા હતા, આ દરમિયાન અમને લાગ્યું કે અમુક એવી રેખાઓ છે જે નિશ્ચિતરૂપે પ્રાકૃતિક નથી. તેમણે કહ્યું કે, આ આશ્વર્યજનક છે કે, અત્યારે પણ નવા ચિત્ર મળી રહ્યા છે. અમે જાણીએ છીએ કે, હજી વધુ રેખાઓ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, છેલ્લા અમુક વર્ષોમાં અમે ડ્રોનની મદદથી પહાડીઓના તમામ હિસ્સાની તસ્વીરો લેવામાં સફળ રહ્યા છીએ. પેરૂના સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, જ્યારે આ બિલાડીની શોધ કરવામાં આવી તો તે ઘણી મુશ્કેલીથી નજર આવી રહી હતી. આ રેખાચિત્ર લગભગ ખતમ થવાને આરે હતું. આનું કારણ એ છે કે, આ બિલાડીનું રેખાચિત્ર તીવ્ર પહાડી ઢોળાવો પર છે અને પ્રાકૃતિકરૂપે આનું ક્ષરણ થઈ રહ્યું હતું.
બિલાડીની આ આકૃતિને ૨૦૦ ઈસવિસન પૂર્વે બનાવાઈ
પેરૂના સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, ઘણા સપ્તાહ સુધી સુરક્ષા અને સફાઈના કાર્યો પછી આખરે હવે બિલાડી જેવી આકૃતિ ઉભરીને સામે આવી છે. આનું રેખાચિત્ર ૧૨થી ૧૫ ઊંચ મોટું છે. આ સંપૂર્ણ આકૃતિ લગભગ ૧૨૧ ફૂટ લાંબી છે. અધિકારીઓએ જણાવ્યું કે, બિલાડીની આ આકૃતિને ૨૦૦ ઈસાપૂર્વમાં બનાવવામાં આવી હતી. ઈસ્લાએ જણાવ્યું કે, બિલાડીની આકૃતિ પરાકાસ કાળના અંતિમ દિવસોમાં બનાવવામાં આવી છે જે ૫૦૦ ઈસાપૂર્વથી ૨૦૦ ઈસ્વીની વચ્ચે હતા. ગયા વર્ષે નવેમ્બરમાં પેરૂના આ રહસ્યમય રણમાં ૧૪૦ નાજ્કા લાઈન્સ મળી હતી જે લગભગ ૨ર૦૦ વર્ષ જૂની છે. જાપાની રિસર્ચર્સે ડ્રોન અને એઆઈની મદદથી ૧૫ વર્ષ સુધી શોધ કરી હતી. ૧૪૦ નાજ્કા લાઈન્સમાં એક પક્ષી, મનુષ્યના ચહેરાવાળું જાનવર, બે મુખવાળો સાંપ અને એક કિલર વ્હેલ માછલી પણ મળી હતી.
એલિયન્સની મદદથી બનાવાઈ વિશાળ આકૃતિઓ
પેરૂના નાજ્કા લાઈન્સ યૂનેસ્કોના વર્લ્ડ હેરિટેડ સ્થળમાં આવે છે અને આની પહેલી શોધ ૧૯૨૭માં પુરાતત્વિદોએ કરી હતી. આમાંથી ઘણી આકૃતિઓ એટલી વિશાળ છે કે, તે આકાશમાંથી નજરે પડે છે. એવું માનવામાં આવે છે કે, આ આકૃતિઓને ૫૦૦ ઈસાપૂર્વથી લઈને ૫૦૦ ઈસ્વી વચ્ચે બનાવવામાં આવી હતી. વિશેષજ્ઞો માને છે કે, તત્કાલીન નાજ્કા લોકોનું માનવું હતું કે આને દેવતા આકાશમાંથી જોઈ શકે છે. તેમણે ઈશ્વરને સંદેશ આપવા માટે આ આકૃતિઓ બનાવી હતી. આ આકૃતિઓને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે. આ રેખાઓને સમાનાંતર જમીનની ઉપરની સપાટીને ખોદીને નીચેના પથ્થર પર કોતરવામાં આવી છે. ઘણા વિશેષજ્ઞો એવું પણ માને છે કે, આ આકૃતિઓને એલિયન્સની મદદથી બનાવવામાં આવી હશે.
Recent Comments