(એજન્સી) તા.૧૧
સઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાને નિયોમ પ્રોજેક્ટ હેઠળ શૂન્ય કાર્બન ઉત્સર્જનવાળું શહેર બનાવવાની જાહેરાત કરી છે. આ શહેરમાં કોઈપણ કાર, રોડ અથવા કાર્બન ઉત્સર્જન હશે નહી. ૧૭૦ કિલોમીટર લાંબા ડેવલપમેન્ટને ‘દ લાઈન’ નું નામ આપવામાં આવ્યુ છે. જે આ ૫૦૦ અબજ ડોલરમાં બનાવનાર પ્રોજેક્ટ નિયોમનો ભાગ હશે. નિયોમ શહેર બનાવી તેલ સમૃદ્ધ દેશ સઉદી અરબ પોતાના માટે ઓઈલ વગરનું ભવિષ્ય પણ શોધી રહ્યા છે. સઉદી અરબના ક્રાઉન પ્રિંસે રવિવારે પોતાના ભાષણમાં આ વાત કહી હતી કે, આ નવા શહેરમાં શૂન્ય કાર, શૂન્ય રસ્તા અને શૂન્ય કાર્બન ઉત્સર્જન હશે અને અહીંયા ૧૦ લાખ લોકો રહી શકશે. તેમાં શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર અને હરિયાળી જેવી સુવિધાઓ હશે. શહેરનું નિર્માણ આ વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં શરૂ થઈ જશે. પ્રિંસ મોહમ્મદના મત પ્રમાણે આ પારંપરિક શહેરના રૂપમાં બદલવાની જરૂરિયાત છે. નિયમોમાં એક ઉચ્ચ ગતિવાળા સાર્વજનિક પરિવહન સિસ્ટમ હશે. નિવેદન પ્રમાણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસની તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા હશે. આ ૧૦૦ ટકા સ્વચ્છ ઉર્જા દ્રાવા સંચાલિત હશે અને આ નિવાસિયો માટે પ્રદુષણ મુક્ત, સ્વાસ્થ્ય અને વધારે સ્થાયી વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. સઉદી અરબના પશ્વિમોત્તરમાં નિયોમ પ્રોજેક્ટ પર લગભગ ૫૦૦ અબજ ડોલરનું રોકાણ થઈ રહ્યું છે. લાલ સાગરના તટ પર આ નવા સ્પેશલ આર્થિક ઝોન હેઠળ ક્રાઉન પ્રિંસનો ઈરાદો યુવાઓને નોકરીઓ આપવાનો છે. સઉદી અરબ દુનિયાનું પ્રમુખ કાચા તેલ નિર્યાતક છે અને સૌથી વધારે પ્રદુષણ ફેલાવનાર દેશમાં પણ સામેલ છે. નિયોમ શહેર બનાવી તેઓ તેલ વગરનું ભવિષ્ય પણ શોધી રહ્યા છે. નિયોમ ૨૬,૫૦૦ વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો હશે અને તેની સીમાઓ જોર્ડન અને મિસ્ત્રને ટચ કરશે. વર્ષ ૨૦૧૭માં જ્યારે નિયોમની જાહેરાત થઈ તો તેમાં ઘણો રસ દાખવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ૩,૮૦,૦૦૦ નોકરીઓ ઉત્પન્ન થશે અને ૨૦૩૦ સુધી લગભગ ૪૮ અબજ ડોલર સઉદીની ય્ડ્ઢઁમાં આવશે.