(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
દેશ અને દુનિયામાં આજે ક્રિમમસની ધૂમ છે. કોરોના ગાઈડલાઈનના કારણે આ વર્ષે ચર્ચમાં લોકોની ઓછી ભીડ જોવા મળી રહી છે. જો કે, ગુરૂવાર મોડી રાતથી જ લોકો મોટી સંખ્યામાં ચર્ચ પહોંચી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે ક્રિસમસની પૂર્વ સંધ્યા પર નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી અને આશા વ્યક્ત કરી કે તહેવારના આ પ્રસંગે વિશ્વમાં શાંતિ હશે અને મનુષ્યોમાં સમરસતાનો ભાગ જાગૃત થશે. તેઓએ તમામ નાગરિકો, વિશેષ રીતે ખ્રિસ્તી સમુદાયને ક્રિસમસની શુભકામનાઓ આપી. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે શહેરના એક ચર્ચમાં પ્રાર્થના સભામાં ભાગ લીધા બાદ લોકોને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, બંગાળની આ સુંદરતા છે કે, આપણે તમામ તહેવાર ઉજવીએ છીએ અને શાંતિ, પ્રસન્નતા અને ઉલ્લાસનો સંદેશ આપીએ છીએ. ક્રિસમસનો તહેવાર ઉલ્લાસની સાથે દરેક સ્થળે શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ક્રિસમસ પર લોકોના એકત્ર થવા પર રોક લગાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચર્ચની અંદર માત્ર ૫૦ લોકો જ પ્રાર્થના કરી શકશે. સાથોસાથ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જરૂરી હશે. દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગોવા સહિત દેશના લગભગ દરેક રાજ્યમાં ક્રિસમસ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. ક્રિસમસ પર ગોવામાં ખાસ ચહલ પહલ જોવા મળી રહી છે. કોલકાતાના પાર્ક સ્ટ્રીટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. કોલકાતાના પ્રતિષ્ઠિત સેન્ટ પોલ કેથેડ્રલને દર વર્ષની જેમ અડધી રાત બાદ જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો. અહીં સામાન્ય રીતે ક્રિસમસની પૂર્વ સંધ્યા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પાર્ક સ્ટ્રીટ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તમિલનાડુ, ચેન્નઈના ઝ્રજીૈં ઉીજઙ્મીઅ ઝ્રરેષ્ઠિર ખાતે મિડનાઈટ માસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. ગોવામાં ક્રિસમસનું વિશેષ મહત્ત્વ છે. પણજીના ચર્ચ ખાતે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી મિડનાઈટ માસમાં ભાગ લીધો હતો. દિલ્હીમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ જાણીતા સેક્રેડ હાર્ટ કેથેડ્રલને સુંદર રોશનીથી સજાગવવામાં આવ્યું હતું.
Recent Comments