(એજન્સી) નવી દિલ્હી,તા. ૪
દુનિયાના ૨૦૫ દેશો હવે કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો મોતના મુખમાં જઇ રહ્યા છે. હજારોની સંખ્યામાં નવા લોકો રોજ રોજ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં હાલત ચિંતાજનક બની ગઇ છે. હવે ૨૦૫ દેશોમાં કોરોનાના કેસોની સંખ્યા ૧૦૯૯૭૧૧ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો ૫૯ હજારથી ઉપર પહોંચી ગયો છે. અલબત્ત રિક્વર થયેલા લોકોની સંખ્યા પણ ૨૨૮૯૭૫ સુધી પહોંચી છે. હાલમાં તો દુનિયાના કોઇ દેશને તેને રોકવામાં સફળતા મળી રહી નથી. જે ચિંતા ઉપજાવે છે. દુનિયાના દેશો તેની સામે લડી રહ્યા છે પરંતુ કોરોનાના કારણે કેસો અને મોતના આંકડા પર અંકુશ મુકવામાં સફળતા મળી રહી નથી. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. કોરોના વાયરસનો આ આંકડો દરિયામાં પાણીની એક બુંદ સમાન છે. કારણ કે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં ખુબ વધારે છે. કેટલાક દેશોમાં તો હવે માત્ર એવા જ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમને હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. સ્થિતી ચીનમાં સુધરી રહી છે. કોરોના કહેર હજુ જારી રહી શકે છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હળવી કરવામાં આવી રહી છે. યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી સ્થિતીમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છેવધુને વધુ દેશો તેના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. ઇટાલી,સ્પેન, ફ્રાન્સ. અમેરિકા સહિતના દેશો વધારે પરેશાન થયેલા છે. કેસોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી રહી છે. હાલમાં વૈશ્વિક મંદીના ભણકારા પણ વાગી રહ્યા છે. તમામ જગ્યા પર કોરોના વાયરસ બેકાબૂ છે. સ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. તમામ દેશોમાં કેસો અને મોતનો આંકડો જે ગતિથી હજુ પણ વધી રહ્યો છે તે જોતા સ્થિતી હજુ કાબુમાં નહીં આવે તેવા સંકેત છે.

કોરોના રાઉન્ડઅપ

દેશ-દુનિયામાં કોરોના કેર…
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૦પ
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૧,૩૯,૧૧૨
વિશ્વના કુલ દેશોમાં મોત ૬૧,૧૪૪
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૨,૩૬,૨૦૩
એક્ટિવ કેસોની સંખ્યા ૮,૪૧,૭૬૫
ભારતમાં કેસોની સંખ્યા ૩,૪૮૨
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૩,૧૩૧
ભારતમાં રિકવર લોકોની સંખ્યા ૨૬૦
ભારતમાં મોતની સંખ્યા ૯૧