આ ઈવેન્ટ માટે અનસ અને અસલાએ ૧,૦૦,૦૦૦ ડોલર ખર્ચ કર્યા

(એજન્સી) તા.૧૧
દુબઈમાં વસવાટ કરી સીરિયન દંપતી અનસ અને અસલાએ મંગળવારે વિશ્વની સૌથી ઉંચી બિલ્ડીંગ પર જેન્ડર રિવિલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પ્રકારની પાર્ટીમાં મિત્રો અને સગા-સંબંધીઓને એકત્ર કરી તેમને આવનારા બાળકની જાતિ અંગે જણાવવામાં આવે છે. આ દંપતીએ તેમના બીજા બાળકની જાતિ અંગે ખુલાસો કરવા બુર્જ ખલીફાની પસંદગી કરી હતી. ર૦૦૦ના દાયકામાં આ પ્રકારની પાર્ટીઓ ખૂબ જ પ્રચલિત હતી. દંપતીઓ તેમના આવનારા બાળકની જાતિ અંગે જાણકારી આપવા જુદી જુદી પ્રયુકિતઓ કરતા હતા. જો કે આ પ્રકારની પાર્ટીઓ ટીકાનું કેન્દ્ર પણ બની હતી. કેટલાકે તેમને પૈસાનો બિનજરૂરી દેખાડો ગણાવ્યો હતો. અનસ અને અસલાએ બુર્જ ખલીફા પર ‘ ૈંંજ ર્હ્વઅ’ લખાણ દર્શાવવા માટે ૧,૦૦,૦૦૦ ડોલર ચૂકવ્યા હતા. આ દંપતી યુ ટયુબ પર ૭૦ લાખ જેટલા ફોલોઅર્સ ધરાવે છે. ઈન્સ્ટાગ્રામ પર ૧૭ લાખ લોકોએ આ પાર્ટીના વીડિયોને જોયો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પાર્ટીના કારણે જ કેલિફોર્નિયામાં ભીષણ આગ ફાટી નીકળી છે.