(એજન્સી) તા.૧૩
દુબઈના પ્રિન્સે પ્રશંસા મેળવી જ્યારે પોતાની મર્સિડીઝ ઉપર માળો બનાવનાર પક્ષીઓને સુરક્ષા પૂરી પાડી. શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશીદ અલ-મખતુમ એક પ્રકૃતિપ્રેમી છે અને એક પર્યાવરણવાદીની તેમની પ્રતિષ્ઠામાં વધારો થયો જ્યારે તેમણે પક્ષીઓને સુરક્ષા પૂરી પાડવા માટે તેમની મર્સિડીઝને કોર્ડન કરવાનો નિર્ણય લીધો. ખલીજ ટાઈમ્સ અનુસાર, શેખ હમદાને તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેમના દુબઈના નિવાસસ્થાનમાં તેમની મર્સિડીઝ ગાડી લાલ અનેે સફેદ રંગની પટ્ટીઓથી કોર્ડન કરાયેલી દેખાય છે. તેમણે પોતાના સ્ટાફને પણ આ જગ્યાથી દૂર રહેવાનું કહ્યું હતું જેથી પક્ષીઓને ખલેલ પહોંચે નહીં. વીડિયો જે દૂરથી ફિલ્માવવામાં આવ્યો હતો, તેમાં એક પક્ષી પોતાના માળા ઉપર એસયુવીના વાયુરોધક ભાગ ઉપર બેઠેલું દેખાય છે. બુધવારે દુબઈના રાજકુંવર જે ફઝ્‌ઝાના નામથી લોકપ્રિય અને પ્રખ્યાત છે. તેમના ૧૦ મિલિયન ફોલોઅર્સ અપડેટ સાથે ઈન્સ્ટાગ્રામ પર આવ્યા હતા. આ વખતે તેમણે વીડિયો શેર કર્યો જેમાં પક્ષીના બચ્ચા ઈંડા તોડી બહાર નીકળતાં દેખાય છે. કેટલીકવાર જીવનમાં નાની વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં જરૂર કરતાં વધારે હોય છે. આ ક્લિપ શેર કરતા તેમણે લખ્યું જેમાં માદા પક્ષી લક્ઝરી વાહન ઉપર પોતાના બચ્ચાઓના માળામાં સંભાળ લઈ રહી છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો હતો જ્યારે ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં ૧.૫ મિલિયન લોકોએ આ વીડિયોને નિહાળ્યો હતો. ઘણા ઈન્સ્ટાગ્રામ યુઝર્સ આ વીડિયો જોઈને આનંદિત થઈ ગયા હતા અને શેખ હમદાનની પ્રશંસા કરી હતી. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, કેટલું સુંદર અને હૃદય સ્પર્શી બીજાએ કહ્યું હું તમારી દયાભાવનાની કદર કરૂં છું. ત્રીજાએ કહ્યું નસીબદાર પક્ષી.