(એજન્સી) તા.૬
સંયુક્ત અરબ અમીરાતનો પ્રવાસ કરનારા ઈઝરાયેલી પર્યટકો દુબઈમાં હોટલોમાંથી સામાન ચોરી કરી રહ્યા છે. સમાચાર મુજબ હોટલોમાં ઈઝરાયેલી પર્યટકો દ્વારા કરવામાં આવતી ચોરીની ફરિયાદ એવા સમયે આવી છે જ્યારે થોડાક સમય પહેલાં જ ઈઝરાયેલથી યુએઈ માટે કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થઈ છે. એક ઈઝરાયેલી વેપારીએ જણાવ્યું કે હું અનેક વર્ષોથી યુએઈ આવી રહ્યો છું અને ત્યાં વેપાર કરૂં છું. પાછલા મહિને હું પોતાની હોટલ પહોંચ્યો તો જોયું કે હોટલ લોબીમાં ઈઝરાયેલી લોકોની ચેકિંગ કરવામાં આવી રહી છે. આ ચેકિંગ એટલા માટે કરવામાં આવી હતી કે કયાંક કોઈ વસ્તુ ચોરી ના થઈ જાય. અહીં સુધી કે બુર્જ અરલીફાની એક હોટલમાં મેનેજરે જણાવ્યું કે અમારે ત્યાં સંપૂર્ણ વિશ્વમાંથી પર્યટક આવે છે. કેટલાક અમારી મુશ્કેલી ઊભી કરે છે. પરંતુ આ પહેલા વસ્તુઓ ચોરી થવાની ઘટનાઓ સામે આવી ન હતી. હાલમાં અમે જોયું કે ઈઝરાયેલી પર્યટકો હોટલમાં આવ્યા અને બેગ ભરીને વસ્તુઓ લઈ ગયા. જેમાં ટોવેલ, ચા અને કોફી અને અહીં સુધી કે લેમ્પ પણ હતો ફરી એક વખત એક ઈઝરાયેલી પરિવાર આવ્યો તેમની સાથે બે બાળકો હતા. અમે ચેક કર્યું તો તેમની બેગમાંથી આઈસ કન્ટેનર, હેંગર અને ટુવાલ હતા. જ્યારે અમે કહ્યું કે પોલીસને બતાવીશું તો તેમણે માફી માંગી વસ્તુઓ પરત કરી દીધી. જણાવી દઈએ કે યુએઈ અને ઈઝરાયેલે વ્હાઈટ હાઉસમાં ૧પ સપ્ટેમ્બરે વિવાદાસ્પદ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી પૂર્ણ રાજદ્વારી, સાંસ્કૃતિક અને વાણિજ્યિક સંબંધ સ્થાપિત કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી.