આમ તો માનવીને સૃષ્ટિ પરનો સૌથી સમજદાર-બુદ્ધિશાળી જીવ કહેવાય છે. પરંતુ આ સૌથી સમજદાર જીવ જ એવી નાદાનીનું પ્રદર્શન કરે છે કે પોતાના જ ભાઈઓના જીવ લેતા અચકાતો નથી. સૌથી વધારે સમજદાર થઈને સૌથી વધારે નાસમજીનું પ્રદર્શન કરનાર માનવીઓની આંખો ખોલી દેતી કેટલીક તસવીરો અત્રે આપી રહ્યા છીએ. જેમાં એક જ જાતિના પશુઓ નહીં પણ જુદી જુદી જાતિના પશુઓ જબરદસ્ત સમજદારીનું પ્રદર્શન કરી દોસ્તી નિભાવી રહ્યા છે. તમે કયારેય સિંહને સિંહે કે ચિત્તાને ચિત્તાએ મારી નાખ્યો હોય એવું સાંભળ્યું છે ? નહીં ને ? પરંતુ માનવી માનવીને મારી નાખે છે. ત્યારે માનવીની માનવતા પર શરમ આવે છે. પ્રસ્તુત તસવીરમાં માની ન શકાય એવા બે અતિ ચંચળ પ્રાણીઓ વચ્ચેની દોસ્તી નજરે પડે છે. વાનર એક મિનિટ માટે સ્થિર બેસી ન શકે એવી તોફાની પ્રકૃતિનું હોય છે જ્યારે હરણ અત્યંત ચંચળ પ્રકૃતિનું હોય છે. જરા સરખો પણ સંચાર થાય તો તે ઉછળી ઉછળીને ભાગે છે પણ ઉપરની તસવીરમાં દેખાતી વાનર અને હરણ શાંતિથી પગવાળીને બેઠા છે અને વાનર તેના મિત્રને પ્રેમથી પંપાળી રહ્યું છે જ્યારે હરણ આ હૂંફને માણી રહ્યું છે.