આમ તો માનવીને સૃષ્ટિ પરનો સૌથી સમજદાર- વર્લ્ડ ટુડે બુદ્ધિશાળી જીવ કહેવાય છે. પરંતુ આ સૌથી સમજદાર જીવ જ એવી નાદાનીનું પ્રદર્શન કરે છે કે પોતાના જ ભાઈઓના જીવ લેતા અચકાતો નથી. સૌથી વધારે સમજદાર થઈને સૌથી વધારે નાસમજીનું પ્રદર્શન કરનાર માનવીઓની આંખો ખોલી દેતી કેટલીક તસવીરો અત્રે આપી રહ્યા છીએ. જેમાં એક જ જાતિના પશુઓ નહીં પણ જુદી જુદી જાતિના પશુઓ જબરદસ્ત સમજદારીનું પ્રદર્શન કરી દોસ્તી નિભાવી રહ્યા છે. તમે કયારેય સિંહને સિંહે કે ચિત્તાને ચિત્તાએ મારી નાખ્યો હોય એવું સાંભળ્યું છે ? નહીં ને ? પરંતુ સિંહ હરણ કે ભેંસને મારે છે કે દીપડો કૂતરાને મારે છે એવું જોયું પણ હશે અને જાણ્યું પણ હશે. એમાં કશું ખોટું નથી કારણ કે આ એમની પ્રકૃતિ છે તેમ છતાં ઉપરોકત તસવીરમાં દેખાતા ખૂંખાર દીપડાએ પોતાની પાશવતા ત્યજીને પોતાનાથી સાવ નબળા એવા શ્વાનને મારી નાખવાને બદલે એની સાથે જિગરજાન દોસ્તી કરી લીધી છે. આ જોઈને એવું નથી લાગતું કે એક બીજાને મારી રહેલા આજકાલના માનવીઓની માનવતાને બદલે આવા દીપડા જેવા પશુઓની પાશવતા સારી….!!