સુરત, તા.૧પ
સહકારી આગેવાનને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપનાર કુખ્યાત રાજુ લાખા ભરવાડ તેમજ ટપોરી ભાવેશ સવાણીની સુરત જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધી છે.આરોપી રાજુ ભરવાડ અને ભાવશે સવાણી ભરૂચથી સુરત તરફ આવતા હોવાની મળેલી બાતમીના આધારે બંને આરોપીઓને અંક્લેશ્વર હાઈવે પરથી પકડી પાડવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓના કોરોના ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. સાથે જ પોલીસે જણાવ્યું કે, આ કેસના અન્ય આરોપીઓને પણ ઝડપથી પકડી લેવામાં આવશે. પોલીસે આરોપીઓ પાસેથી એક મારૂતિ સ્વીફ્ટ ગાડી, ૨ મોબાઈલ, એક રિવોલ્વર અને છ જીવતા કાર્ટીસ તથા રોકડા એક લાખ બોતેર સો રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ૨૪ કરોડની પીસાદની જમીનમાં કબજો કરવા માટે બિલ્ડરોના ઈશારે પીઆઈ બોદાણા તેના પોલીસકર્મીઓ સાથે જમીનમાં સોપારી ફોડવા માટે બારોબાર ખેલ કરવા ગયા હતા. ખેડૂત દુર્લભભાઈ અને તેના પુત્રોને પોલીસે ધમકાવ્યા હતા જેના કારણે દુર્લભભાઈને આપઘાત કરવાની નોબત આવી હતી. આ કેસમાં માંડવી પોલીસમાં રાંદેર પીઆઈ બોડાણા સહિત ચારેય પોલીસકર્મી સહિત ૧૦ જણા સામે ગુનો નોંધ્યો હતો. પીઆઈ સહિત ૪ કર્મીઓની સામે ગુનો દાખલ થતાં પોલીસ કમિશનરે ઈન્કવાયરી ઝોન-૪ના મહિલા ડીસીપીને સોંપી હતી જેમાં ડીસીપીએ મૃતકના સંતાનોના ઉપરાંત રાંદેર પોલીસના કર્મીઓના નિવેદનો નોંધ્યા હતા જેમાં ચારેયની સંડોવણી હોય એવું બહાર આવ્યું હતું. ઈન્કવાયરીનો રિપોર્ટ ડીસીપીએ પોલીસ કમિશનરે સુપરત કર્યો હતો જેના આધારે સીપીએ રાંદેર પોલીસના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, ઉધના પોલીસનો કોન્સ્ટેબલ વિજય શિંદે, રાંદેર પી.આઈ. રાઈટર કિરણસિંઘ અને રાંદેરનો પોલીસનો કેશિયર અજય બોપાલાને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો.
દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં ભરૂચથી સુરત આવતા બે આરોપી ઝડપાયા

Recent Comments