(એજન્સી) તા.ર૪
દસ વર્ષની ઉંમરના ૯ કિલો વજન ધરાવતા હસન મેર્ઝમ મોહમ્મદ તેના જેવા સેંકડો, હજારો યમની બાળકોને ગંભીર કુપોષણથી ઉથલાવી નાખે છે જેથી તે હવે ચાલી શકતો નથી. યુએનએ એક રિપોર્ટમાં કહ્યું કે દુષ્કાળનો ભય ફરીવાર વળી રહ્યો છે. બુધવારે યુએનએ કહ્યું કે યમન ખોરાકની અછતના ભયજનક સ્તર પર પાછો ફરી રહ્યો છે. મારો પુત્ર બીમાર છે અને મને ખબર નથી પડતી કે તેને ક્યાં લઈ જઉં. તેને તાવ છે અને તેની સારવાર કરવા માટે મારી પાસે કશું પણ નથી. મને પાણી પણ મળી શકતું નથી. હસનની માતા અને તેના છ બાળકો ઝાઈના, મોહમ્મદે કહ્યું કેટલીક વાર અમે નાહ્યા ધોયા વગર દિવસો કાઢીએ છીએ. કોરોના વાયરસ પ્રતિબંધો, નાણાં મોકલવામાં આવેલા ઘટાડા, તીડ, પૂર અને આ વર્ષની આર્થિક સહાયતાના નોંધપાત્ર ઘટાડાએ પાંચ વર્ષના યુદ્ધ પછી પ્રારંભિક ભયંકર ભૂખની પરિસ્થિતિને વધુ તીવ્ર બનાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સ્થાપનાના પ્રયત્ન છતાં લડતા પક્ષો વચ્ચે તાજેતરના સપ્તાહમા ફરીવાર થયેલી હિંસાના લીધે નાગરિકો ઘાયલ પણ થાય છે અને તેમની હત્યા પણ થઈ જાય છે. યમનમાં સત્તાવાર રીતે કયારે પણ દુકાળ જાહેર કરાયો નથી. ર૦૧૮ના અંતમાં યુએનએ દુષ્કાળની ચેતથવણી આપી હતી. જેના ચાલતે વિશ્વ ભોજન કાર્યક્રમ હેઠળ દર મહિને ૧૩ મિલિયનની સહાય કરતું હતું. એ બધા સુધારા-વધારા હવે જોખમમાં છે.(ડબ્લ્યુએફપી)ના પ્રવકતા એલિઝાબેથ બોઈર્સે કહ્યું યમન પર મોટું આર્થિક અને આરોગ્ય દબાણ હોવા છતાં અપૂરતા ભંડોળના કારણે ફેલાયો છે. ર.પ મિલિયન બાળકો માટેની પોષણ સેવાઓ ઓગસ્ટના અંત સુધી બંધ થઈ જશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામએ પહેલાથી જ એપ્રિલમાં પોષણ સહાયને ઉત્તરી યમનમાં વૈકલ્પિક મહિનાઓમાં વહેંચી દીધી છે. તેઓ દુકાળની અણી ઉપર છે પણ હજુ સુધી દુકાળ આવ્યો છે એમ ન કહેવાય, હજુ પણ ઘણું મોડું નથી થયું. યુદ્ધના લીધે પાંચ વખત વેર-વિખેર થઈ ગયેલો હસનનો પરિવાર હવે ગ્રામીણ હજ્જાહમાં રહે છે જે સૌથી ગરીબ વિસ્તારોમાં છે, જ્યાં કોઈ આવક નથી. યુદ્ધ વિમાનો અમારી આજુબાજુ ફરે છે. અને હૌથીના શસ્ત્રો અમારી નજીકમાં જ છે. અમે આગળ વધી શકતા નથી. ઝાઈનાએ કહ્યું નર્સ મકીહ-અલ-અસલમીએ હસનના પિતાને તેના બાળકને ઉઠાવીને ફરતા જોયા છે, હસન ચાલી શકતો નથી અને કોઈ પ્રતિક્રિયા આપી શકતો નથી. તેના કુપોષણના દવાખાનામાં જે તે ચલાવે છે હસનને કોઈ આરોગ્ય સમસ્યા નથી. તેની સમસ્યા ભૂખમરો છે. બીજા બાળકોની જેમ હસનને પણ રમતની, શાળાની જરૂર છે. ભૂખમરાના લીધે ઉદાસીનતાના કારણે એવું લાગે છે જાણે કે તે એક પિંજરામાં કેદ છે. થોડા દિવસોની સારવાર થયા પછી હસન ચાલવા-ફરવા લાગ્યો. અને જન્મથી મૂંગો હોવા છતાં હવે તે ચીજોની વિનંતી કરવા માટે ઈશારાઓનો ઉપયોગ કરે છે. થાકી ગયેલી નર્સો અસલમી કહે છે કે કુપોષણ હવે વધતું જઈ રહ્યું છે. યુનિસેફના કહ્યા અનુસાર પ વર્ષથી નાના બાળકોમાં કુપોષણ વધીને ર૦%થી ર.૪ મિલિયન સુધી આ વર્ષના અંતે પહોંચી જશે. યમનની ૮૦ ટકા વસ્તી માનવતાવાદી આર્થિક સહાય ઉપર આધાર રાખે છે. યુએનના (આઈપીસી) વિશ્લેષણ અનુસાર દક્ષિણી યમનના ૪૦% લોકો ઊંચા પ્રમાણમાં ગંભીર ભોજન અછતથી પીડાઈ રહ્યા હશે. આ આંકડો ફેબ્રુઆરી-એપ્રિલ સુધી રપ% હતો. આઈપીસી ૈંહીંખ્તટ્ઠિીં ર્કર્ઙ્ઘ જીષ્ઠેિૈંઅ રટ્ઠજી ઝ્રઙ્મટ્ઠજજૈકૈષ્ઠટ્ઠર્ૈંહ વિશ્લેષણ ડેટા, ઉત્તરી યમન માટે જ્યાં વધારે યમનીઓ રહે છે. અને તે વિસ્તારને હૌથી અધિકારીઓ નિયંત્રિત કરે છે. એના આંકડા સાપ્ટેમ્બર સુધી બાકી છે. બાયર્સે કહ્યું જો અમે દુકાળ થયાની જાહેરાત થવાની રાહ જોઈશું તો ઘણું મોટું થઈ જશે કેમ કે લોકો પહેલાથી જ મરતા જશે.