(એજન્સી) તા.૧૧
યુરોપીય સંઘે પોતાનું વાણિજ્ય દૂતાવાસ ગેરકાયદેસર અધિકૃત બૈતુલ મુકદ્દસ સ્થળાંતરિત કરવા વિશે સર્બિયાને ચેતવણી આપી છે.
ફ્રાનસ પ્રેસના રિપોર્ટ મુજબ યુરોપીય સંઘે સર્બિયાના આ નિર્ણય પર એક નિવેદન જારી કરી જણાવ્યું છે કે બૈતુલ મુકદ્દસ વિશે બ્રેસલ્સના સંયુક્ત વલણની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારના કૂટનીતિક પ્રયાસ, ચિંતા તેમજ દુઃખનું કારણ છે. સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વોચીએ રવિવારે વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં કોસોવોના વડાપ્રધાન અબ્દુલ્લાહ હુતી સાથે મંત્રણાની સમાપ્તિ પર જણાવ્યું કે તેમનો દેશ જુલાઈ ર૦ર૧માં પોતાનું વાણિજ્યવાસ તેલ અવિવથી બૈતુલ મુકદ્દસ સ્થળાંતરિત કરી દેશે. કોસોવોએ પણ જાયોની શાસનની સાથે કૂટનીતિક સંબંધ સ્થાપિત કરવાની વાત કહી છે. અરબ લીગના મહાસચિવ અહમદ અબુલગીતે સર્બિયાના આ નિર્ણયની સખત ટીકા કરતા તેનો વિરોધ કર્યો છે. પીએલઓની કાર્યકારીણીના સચિવ સોએબ અશીકાતએ પણ મુકદ્દસ સ્થળાંતરિત કરવાના સર્બિયાના નિર્ણયની ટીકા કરી છે. યાદ રહે પેલેસ્ટીનના બૈતુલ મુકદ્દસ નગર પર જાયોની શાસને ગેરકાયદેસર રીતે કબજો કરી રાખ્યો છે અને રાષ્ટ્ર સંઘે પોતાના કેટલાક પ્રસ્તાવોના માધ્યમથી આ શહેરમાં કોઈપણ પ્રકારના પરિવર્તન અને અહીં કૂટનીતિક કેન્દ્ર સ્થાપિત કરવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે.