(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૮
કેન્દ્રમાં જે સમયે કોંગ્રેસની સરકાર હતી તે સમયગાળા દરમ્યાન દેશભરમાં ર૩૮ જેટલા ટી.વી. રીલે કેન્દ્રો ઊભા કરી, કાર્યરત કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ ખાતે પણ ટીવી.રીલે કેન્દ્ર કાર્યરત છે. આ ટીવી રીલે કેન્દ્ર ઘણા વર્ષોથી કાર્યરત છે.
આ ટીવી રીલે કેન્દ્ર માંગરોળ સહિત આસપાસના ૧૦ કિ.મી. વિસ્તારમાં જે ગામો આવેલા છે. એ ગામોની પ્રજા માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. આ કેન્દ્રને પગલે કોઈપણ પ્રકારના એરિયલ વિના ટીવી ઉપર દૂરદર્શન દ્વારા પ્રસારિત કરાતા કાર્યક્રમો મફતમાં પ્રજા જોઈ રહી છે. સાથે જ આ માધ્યમથી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો પ્રચાર પણ થઈ રહ્યો છે. છતાં એકી ઝાટકે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે આગામી તા.૩૧-૧-૧૮થી માંગરોળ સહિત દેશભરના આ પ્રકારના અંદાજે ર૩૮ ટીવી રીલે કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કેન્દ્રો બંધ થવાથી ખાસ કરી ગ્રામીણ ક્ષેત્રમાં રહેલી ગરીબ પ્રજાને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવશે. કારણ કે આ કેન્દ્ર દ્વારા વિના મૂલ્યે ગ્રામીણ ક્ષેત્રની પ્રજા પોતાના ઘરમાં મુકેલ ટીવી સેટ ઉપર અનેક કાર્યક્રમોની મઝા લેતા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશભરમાં અનેક પેઈડ ચેનલો અને કેબલ ઓપરેટરોજનો રાફડો ફાટ્યો છે. આ રોપરેટરો પ્રજા પાસેથી ભાડારૂપે પૈસા લઈ કાર્યક્રમલનું પ્રસારણ કરે છે. રકમ ખૂબ ઊંચી હોય, ગ્રામીણ વિસ્તારની ગરીબ પ્રજા અ રકમ ખર્ચી શકવાની નથી. જેથી એમના ઘરોમાં મુકેલ ટીવી સેટો શોભાના ગાંઠ્યા બની જશે. કેન્દ્રો બંધ થવાથી ખાનગી ચેનલના ઓપરેટરો ગ્રામીણ વિસ્તારની ગરીબ પ્રજા પાસેથી કાર્યક્રમ જોવા પ્રશ્ને તગડી રકમ પડાવશે. દૂરદર્શન વિભાગનું કહેવું છે કે સુરત ખાતે કાર્યરત ટીવી રીલે કેન્દ્રના સિગ્નલો માંગરોળ સહિત આસપાસના ગામો સુધી પહોંચશે, પરંતુ ભૂતકાળમાં માંગરોળનું ટીવી કેન્દ્ર બંધ કર્યું હતું તે સમયે પણ સુરત ટીવી રીલે કેન્દ્રના સિગ્નલો માંગરોળ સુધી મળતા ન હતા. અને આ વિભાગ દ્વારા માંગરોળ ગામે આવી ચકાસણી કરી હતી અને આ ટીમે પોતાનો અહેવાલ આ વિભાગને મોકલ્યો હતો સાથે જ તત્કાલિક આ વિસ્તારના સાંસદ અહમદ પટેલને રજૂઆત કરાતા પુનઃ માંગરોળનું બંધ કરાયેલ ટીવી રીલે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. માંગરોળ નજીક જીઆઈપીસીએલ કંપનીની લિગ્નાઈટની ખાણોના ઊંચા માટીના ડુંગરો આવેલા છે. જેના પગલે સુરત ટીવી રીલે કેન્દ્રના સિગ્નલો માંગરોળને મળતા નથી. આ વિસ્તારના સાંસદ પ્રભુદાસ વસાવા આ પ્રશ્ને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે, એવી માંગ પ્રજાજનો દ્વારા કરવામાં આવી છે.
દૂરદર્શન કેન્દ્ર-માંગરોળને બંધ કરવાના સરકારના નિર્ણયથી પ્રજા નારાજ

Recent Comments