(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૧
પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે રૂા. બે કરોડના ખર્ચે અદ્યતનબગીચો બનાવવામાં આવ્યો હતો. હાલયોગ્યજાળવણી વિના તે ઉજ્જડ બની ગયો છે . બગીચામાં જ્યાં ત્યાં આકડાના છોડ તથા વગડાઉ ઘાસ ઉગી નિકળ્યું છે. તો બાળકોના મનોરંજનના સાધનો પણતૂટી ગયાં છે. ત્યારે અહીં આવતા નગરજનોમાં બગીચાની આવી દૂદ્‌ર્શા જોઇને રોષ જોવા મળે છે . નગરપાલિકાના મહિલા કોર્પોરેટ અને બગીચા સમિતિના ચેરમેન રબારી મોજીબેનના પતિ લલ્લુભાઇ રબારીએ ચીફઓફિસર બગીચા પેટે કોઇ સહાય ના આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
લાઇટો પણ બંધ હાલતમાં છે . બેઠક કુટીરના શેડના પતરા તથા ફુવારા પણ ટુટી ગયા છે.બાળકોના મનોરંજનનુ એક માત્ર સ્થાન પણ વેરાન થઈ રહ્યું છે. તો બીજીબાજુ અહીં કામ કરતા કર્મચારીઓ જણાવી રહ્યા છે કે, અમે ધાસ કાપવાના મશિન માટે ચીફઓફિસરને લેખિતમાં જાણ કરી છે. પણ કાઈ ધ્યાને લેવામાં આવતું નથી .તો વળી ,અધૂરામાં પૂરુ બગીચાના કર્મચારીઓ જણાવે છે કે ,અમારો પણ છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ થયો નથી. અમારે ધર કેવી રીતે ચલાવવું ?
હાલતો પ્રાંતિજ નગરપાલિકાના ચીફઓફીસર ઉપર ચૂંટાયેલી પાંખ અને બગીચા કર્મીઓ દોષારોપણ કરતાં સાભળવા મળે છે. બે કરોડના ખર્ચે તૈયાર થયેલ બગીચાને બાળકોના કિલ્લોલથી ગૂજતો કરવા કોણ આગળ આવશે ? તે પ્રશ્ન છે.