ભરૂચ, તા.૧૦
ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને દેરોલના ગામજનોના સહયોગથી કોરોના સંક્રમણથી કઈ રીતે બચી શકાય અને કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલાં લેવા જોઈએ એ બાબતે જન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
કાર્યક્રમમાં વેલ્ફેર હોસ્પિટલના મેડિકલ સ્ટાફ સાથે ડો. ખાલીદ ફાંસીવાલા, ઝુબેર પટેલ, ફારૂકભાઈ પટેલ, યુસુફભાઈ પટેલ, સાદિક સાલેહ, ઈલિયાસભાઈ સરનારવાલા અને મુહમમદ લાલાભાઈ અને આજુબાજુ ગામના અગ્રણી સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા.
ભરૂચ વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલભાઈ અને સામાજિક અગ્રણીઓ દ્વારા ડો. ખાલિદ પટેલનું સન્માન પત્ર આપી સન્માન કરવા માં આવ્યું.
ડૉ. ખાલિદ ફાંસીવાલા દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સેવા કરવી એ મને વારસામાં મળી છે. ભાઈ સલીમભાઈ ફાંસીવાલાજીની આકસ્મિક વિદાય પછી આવી પડેલી જિમ્મેદારી નિભાવવા માટે હું મારા કુટુંબ અને બિઝનેસને છોડીને આવ્યો છું ત્યારે આપ સૌનો સાથ સહકાર મળશે એ આશા.. હું પ્રમુખ તરીકે નહીં પણ સેવક તરીકે કામ કરવા માગું છું. સમાજને અને જિલ્લાને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ સારી સેવા કઇ રીતે કરી શકાય એ માટે આપ સૌના સલાહ સુચન આવકાર્ય છે. ટૂંક સમય સ્ત્રી રોગ મટે ગાયકોનોલજીસ્ટ અને ફિઝિસ્યન તેમજ બાળકોના નિષ્ણાત ડોક્ટર્સની સેવા માટે ડોક્ટર્સની નિમણૂક થઇ જશે. ઝુબેર પટેલ, સલીમ અમદાવાદી અને મુહમ્મદ લાલા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું.
વેલ્ફેર હોસ્પિટલની ૮ ટીમ દ્વારા ઘરે ઘરે જઈ, જનતાના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. કોરોના સંક્રમણથી કઇ રીતે બચી શકાય એ બાબતે માહિતગાર કરવામાં આવ્યા. ભરૂચ વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇકબાલભાઈ પાદરવાળા દ્વારા કોરોનાની મહામારીમાં કોઈપણ જાતના ડર રાખ્યા વિના સતત સામાજિક કાર્ય અને જનતાને મદદ કરનાર મુહમ્મદ લાલા, યુસુફભાઈ, સલીમભાઈ અમદાવાદી, ઝુબેર પટેલ અને સાદિકભાઈ સાલેહનું સન્માન કરવામાં આવ્યું.