દાહોદ, તા.૧૦
ધાનપુર તાલુકાના ઘડા ગામેથી જાનૈયા ભરીને નાની ખજુરી ગામે જતું ટ્રેક્ટર તેના ચાલકની ગફલત અને વધારે પડતી ઝડપના કારણે ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા રસ્તામાં દે.બારિયા તાલુકાના કેલીયા ભે ગામ નજીક રોડ પર જાનૈયા ભરેલું ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા બચાવો…બચાવો…ની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને આજુબાજુમાં રહેતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જાતરાયા હતા. ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ટ્રેક્ટરમાં બેઠેલ ર૧ જાનૈયાઓને ઈજાઓ થતા તેઓને દવા-સારવાર માટે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે પૈકીના પાંચ જણાની હાલત વધુ ગંભીર હોઈ તેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પીટલમાં રીફર કર્યા છે. આ ઘટનાના પગલે લગ્ન માણવાની ખુશી ઓસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.