દાહોદ,તા.રર
દેવગઢ બારિયા પોલીસ મથકે મહિલા કોન્સ્ટેબલ તરીકે અલકા રમેશભાઈ પટેલ જેના લગ્ન બે વર્ષ અગાઉ પોલીસ મથકમાં ફરજ બજાવતા કલ્પેશ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા ત્યારે બંને જણા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી એક જ પોલીસ મથકમાં નોકરી કરતા હતા. ગતરોજ કલ્પેશ પટેલની નોકરી પંચલા ગામના પોઇન્ટ પર હતી જ્યારે અલકા પટેલની નોકરી વાળા ભથવાડા ટોલનાકા ઉપર હોય તે સાંજના સમયે પોતાનું એક્ટિવા ગાડી લઈને ભથવાડા ટોલ નાકા ઉપર ફરજ બજાવવા ઘરેથી નીકળી હતી ત્યારે રસ્તામાં પિપલોદ નજીક આવેલ વણઝારા હોટલ પાસે બ્રિજ નીચે એક કાળમુખી ટ્રકે પાછળથી આવી અલકાની ગાડીની ટક્કર મારતા તે રોડ ઉપર પડી ગયેલ અને કાળમુખી ટ્રકના તોતિંગ પૈડા તેના ઉપર ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે આ બનાવ અંગેની જાણ તેના પતિ તેમજ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને પોલીસે તેના અન્ય પરિવારજનોને જાણ કરતા તેઓ પણે આવી પોચ્યા હતા ત્યારે અને તેની સાથે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ ઘટના સ્થળે આવી પોહચ્યાં હતા ત્યારે આ બનાવની જાણ પોલીસના ઉચ્ચ કર્મી ને થતા તેઓ પણ દોડી આવ્યા હતા ત્યારે મરણ જનાર મહિલા કર્મીની લાસને પીપલોદ પીએચસી ઉપર મોકલી વધુ તપાસ હાથ ધરી છે.