(એજન્સી) તા.૧૧
નાગરિકતા સુધારા કાયદા તથા એનપીઆર જેવા કાળા કાયદાઓ વિરુદ્ધ જે રીતે મહિલાઓએ દેખાવ કર્યા છે તે ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. શાહીનબાગની મહિલાઓ તો દેશભરની મહિલાઓ માટે એક પ્રતીક સમાન બની ચૂકી છે. તેનાથી અનેક લોકોની આંખો ઊઘાડી થઈ ચૂકી છે.
શાહીનબાગની મહિલાઓએ દેશના તમામ લોકોને એ જણાવી દીધું છે કે કેવી રીતે દેશમાં સરકારો દ્વારા દમન કરવામાં આવી રહ્યું છે, તેમની ઉત્પીડન કરવામાં આવી રહી છે. શાહીનબાગમાં છેલ્લે જાન્યુઆરીથી દેખાવ ચાલી રહ્યાં છે તેની સાથે સાથે પ્રેરણા લઇને દેશના અન્ય મોટા શહેરો જેવા કે લખનઉ, કાનપુર, સહિત દેશભરમાં શાહીનબાગની જેમ મહિલાઓ રસ્તાઓ પર ઊતરી આવી છે અને તે દેખાવો કરી રહી છે. આ દરમિયાન દુનિયાના જાણીતા દારુલ ઉલુમ દેવબંધની મહિલાઓએ પણ છેલ્લે ર૭ જાન્યુઆરીથી શાહીનબાગની મહિલાઓથી પ્રેરણા લઇને સતત ર૪ કલાક માટે દેખાવોની જે શરુઆત કરી હતી તે આજે પણ ૪૩ દિવસો વીતી જવા છતાં અડીખમ રીતે ચાલુ જ છે. આ દેખાવોની શરુઆત ત્રણ મહિલાઓએ કરી હતી. તેમાં બે બહેનો હતી અને એક તેમની સિસ્ટર ઇન લૉ હતી. હું તાજેતરમાં જ દેવબંદની મુલાકાતે પહોંચી હતી. આ મારી માતૃભૂમિ છે. મેં આ મહિલાઓ સાથે વાતચીત પણ કરી. અહીં મહિલાઓ પ્રેરણાના સ્ત્રોતરુપે છેલ્લે ૪૩ દિવસોથી દિવસ અને રાત ઘરની બહાર બેસીને ધરણાં કરી રહી છે. જોકે મોદીજી દુનિયાભરને એ વાત માટે મનાવવા પ્રયાસ કરી રહ્યાં છે કે મુસ્લિમ મહિલાઓની સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રકારની હેરાનગતિ તેમને કેમ દેખાતી નથી? તેમની સરકારે આ મામલે કયા અસરકારક પગલાં ભરી લીધા?
આ મામલે આમના આરુસી કહે છે કે મોદીજી ત્રણ તલાકના કાયદાના માધ્યમથી અમને ફોસલાવવા માગે છે. અમે દેખાવો કરવા સક્ષમ છીએ. તે કોઇ ઉદારવાદી નથી. તે ભલે અમને વિદેશીજાહેર કરવા માગતા હોય પરંતુ અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે તેમની સામે અમે નમવાના નથી. અમે તેમની વાતોમાં આવી જવાના નથી. અમે આરએસ એસ અને તેમની સરકારને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છીએ.