રાજ્યોએ બે શહેરોને નક્કી કરવાના રહેશે જેમાં વેક્સિનને શહેરમાં પહોંચાડવા, હોસ્પિટલ સુધી લઇ જવા, લોકોને બોલાવવા, રસી આપવાની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે
વેક્સિનના ડ્રાય રન માટે સરકારે
કોવિડ-મોબાઇલ એપ બનાવી, વેક્સિનના સ્ટોરેજ, વિતરણ અને રસીકરણની તૈયારીઓ પૂર્ણ થઇ, રસીકરણ માટેેની તૈયારીઓમાં કોઇ ખામી ના રહે તે માટે ડ્રાય રન યોજાઇ રહી છે
(એજન્સી) ચંદીગઢ, તા. ૩૧
ગુજરાત, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબમાં ૨૮ તથા ૨૯મી ડિસેમ્બરે રસીકરણનું ડ્રાય રન ચલાવ્યા બાદ નવા વર્ષની શરૂઆત સાથે જ દેશમાં હવે કોરોના વેક્સીનને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભારત સરકારે નિર્ણય કર્યો છે કે ૨ જાન્યુઆરીથી દેશમાં દરેક રાજ્યમાં કોરોના વેક્સીનનું ડ્રાઇ રન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે બેઠકમાં આ નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આદેશો અનુસાર, ડ્રાઇ રનમાં રાજ્યોએ પોતાના બે શહેરોને ચિન્હિત કરવા પડશે. આ બે શહેરોમાં વેક્સીનના શહેરમાં પહોચવા, હોસ્પિટલ સુધી જવા, લોકોને બોલાવવા, પછી ડોઝ આપવાની પુરી પ્રક્રિયાનું પાલન આ રીતે કરવામાં આવશે, જેવી રીતે વેક્સીનેશન થઇ રહ્યુ હોય. સાથે જ સરકારે કોરોના વેક્સીનને લઇને જે કો-વિન મોબાઇલ એપ બનાવી છે, તેનું પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાઇ રન દરમિયાન જે લોકોને વેક્સીન આપવાની હોય છે, તેમણે મેસેજ મોકલવામાં આવશે, તે બાદ અધિકારીઓથી લઇને સ્વાસ્થ્ય કર્મી વેક્સીનેશન પર કામ કરશે. ઉલ્લેખનીય છે કે, રસીકરણની પ્રક્રિયામાં કોઇ ખામી ના રહે તે માટે આ ડ્રાય રન યોજવામાં આવી રહી છે.
મુખ્ય રીતે તેમાં વેક્સીનના સ્ટોરેજ, વિતરણ અને રસીની તૈયારીઓને ચકાસવામાં આવે છે. જે શહેરની મોટી સરકારી હોસ્પિટલ અથવા અન્ય જગ્યાએ કરવામાં આવી રહી છે. આખા દેશમાં ડ્રાઇ રન ચલાવ્યા પહેલા પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ડ્રાઇ રન કરવામાં આવ્યુ હતું. પંજાબના લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગરમાં આ દરમિયાન પુરી સિસ્ટમ ઓનલાઇન અપનાવવામાં આવી હતી. વેક્સીનના સ્ટોરેજથી લઇને લોકોને જાણકારી આપવા સુધીની પ્રક્રિયાનું ઓનલાઇન રીતે પાલન કરવામાં આવ્યુ હતું. અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા ૨૮,૨૯ ડિસેમ્બરે અપનાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સીનેશનને લઇને જાણકારી આપી છે. પીએમ મોદીએ રાજકોટ છૈૈંંસ્જીના શિલાન્યાસ દરમિયાન કહ્યુ કે દેશમાં કોરોના વેક્સીનને લઇને તૈયારી પોતાના અંતિમ તબક્કામાં છે, જલ્દી દુનિયાનો સૌથી મોટો કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યુ કે લોકોને વેક્સીન સાથે જોડાયેલી જાણકારી તેમના ફોન પર જ મળશે. સાથે જ પીએમ મોદીએ લોકોને ચેતવ્યા અને કહ્યુ કે કોરોના વેક્સીન સાથે જોડાયેલી અફવાથી બચો અને કોઇ પણ મેસેજની ચકાસણી વગર આગળ ફોરવર્ડ ના કરો. પીએમ મોદીએ કહ્યુ કે વેક્સીન આવ્યા બાદ તમામે કડકાઇ રાખવી પડશે. મહત્વપૂર્ણ છે કે દેશમાં જલ્દી કોરોના વેક્સીનને મંજૂરી મળી શકે છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોવિશીલ્ડને લઇને એક્સપર્ટ કમિટીની બેઠક મળી હતી. જોકે, કાલે મંજૂરી ના મળી પરંતુ એક જાન્યુઆરીએ મળનારી બેઠકમાં મંજૂરી મળી શકે છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સીનને મંજૂરી મળી ગઇ છે, જે બાદ ભારતમાં વેક્સીનને મંજૂરી મળવાની શક્યતા દેખાઇ રહી છે.
Recent Comments