(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૫
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના ૬૯માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. આ પહેલા આજે રાષ્ટ્રપતિ છજીઈછદ્ગના વડાઓનું સન્માન રાષ્ટ્રપતિ ભવન ખાતે કર્યું હતુ અને બપોરના ભોજનનું આયોજન કર્યું હતું. જ્યારથી આપણા દેશે ૈંહઙ્ઘૈટ્ઠ-છજીઈછદ્ગ સાથે સંબંધો સ્થાપી વાતચીત કરી છે ત્યારથી છજીઈછદ્ગ આપણો એક મહત્ત્વનો ભાગીદાર બની ગયો છે. ભારત અને છજીઈછદ્ગ વચ્ચે ૩૦ પ્રકારની વાતચીતની યોજના અસ્તિત્વ ધરાવે છે જેમાં વાર્ષિક સંમેલન અને ૭ મીટિંગો મંત્રીઓ વચ્ચેની છે જેમાં વિવિધ ક્ષેત્રોમાં ચર્ચા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના નાગરિકો ગણતંત્રના ઘડવૈયા જ નહીં સ્તંભ પણ છે.
રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ દૂરદર્શન ઉપરથી હિન્દી અને અંગ્રેજીમાં થશે અને એ પછી એનું પ્રસારણ ક્ષેત્રીય ભાષાઓમાં કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંબોધનના મુખ્ય અંશો.
– આજના દિવસે આપણે સ્વતંત્રતા સૈનિકોને યાદ કરવા જોઈએ જેમણે દેશ માટે બલિદાનો આપ્યા હતા.
– રાષ્ટ્રપતિએ બધા જ સૈનિકો, ડૉકટરો, ખેડૂતો, નર્સો વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને દેશની માતાઓનો આભાર માન્યો છે.
– એવા ઘણાં બધા લોકો છે જે દેશ માટે કાર્ય કરે છે. પણ એ કહેતા નથી હું એમનો એમની સેવાઓ બદલ આભાર માનું છું.
– દેશના સ્વતંત્રસેનાનીઓ ફક્ત દેશની સ્વતંત્રતા માટે જ લડ્યા ન હતા પણ એ સામાજિક પરિવર્તન માટે પણ લડ્યા હતા.
– જે પાઠો અમને ભણાવ્યા હતા એ આજે પણ પ્રત્યેક ક્ષેત્ર સાથે સુસંગત છે. અને દેશના વિકાસ માટે અમને પ્રોત્સાહન આપે છે.
– રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના ૬૦ ટકા નાગરિકો ૩પ વર્ષથી ઓછી વયના છે જે આપણા દેશનુ ભવિષ્ય છે.
– યુવાઓને સારૂં શિક્ષણ મળે એ માટે સરકારે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે. જેનો લાભ યુવાઓએ લેવું જોઈએ.
અન્ય પડકારોમાંથી અમારા માટે એક મોટો પડકાર બાળકોના કુપોષણનો છે જો કે એની પ્રગતિ માટે ઘણું બધુ કાર્ય કરાયુ છે પણ હજુ વધુ કાર્યની જરૂર છે.