(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
સંજય લીલા ભંસાલીની બહુચર્ચિત ફિલ્મ પદ્માવતને રીલિઝ કરવાનો સુપ્રીમનો ચુકાદા બાદ દેશભરમાં હિંસક પ્રદર્શન ફેલાયું છે. આજે શ્રી રામ કરણી સેના ચીફ લોકેન્દ્ર કાલવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી. તેમણે કહ્યું કે આ ફિલ્મ પર સેનાનું વલણ અડગ છે. તેમણે લોકોને સ્વ પ્રતિબંધ કરવાની હાકલ કરી. અમે હિંસાને ટેકો આપતા નથી પરંતુ ફિલ્મ પર પ્રતિબંધની માંગણી કરીએ છીએ. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે પરંતુ લોક કોર્ટ તેનાથી પર ઉપર છે. અમે લોકોને જનતા કર્ફ્યુ પાડવાનું કહીએ છીએ અને પદ્માવતીને રીલિઝ ન કરવામાં આવી તેવી વિનંતી કરીએ છીએ. અમદાવાદમાં પણ પોલીસે મંગળવારે સાંજ હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી. ટોળાએ લગભગ ૩૦ વાહનોને આગ ચાંપી દીધી હતી. હિંસાના સંબંધિત ઘટનામાં ૪૮ લોકોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના એક ટોચના પોલીસ અધિકારીએ કહ્યું કે તોફાન પાછળ જેનું મુખ્ય ભેજું છે તેની ઓળખ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન ફક્ત અમદાવાદ સુધી સીમિત ન રહેતા બીજા વિસ્તારોમાં પણ ફેલાયો છે.
જાણવા જેવી ૧૦ વાતો
૧. દિલ્હી-જયપુર હાઈવે ચક્કાજામની ઉપરાંત પ્રદર્શનકારીઓએ દિલ્હી-અજમેર હાઈવ પર એકત્ર થયાં હતા અને વહેલી સવારે હાઈવે પર ટાયરો બાળીને દેખાવ કર્યો. સમગ્ર હરિયાણામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.
૨. કરણી સેનાએ દિલ્હી-જયપુર હાઈવે ચક્કાજામ કર્યો.
૩. ૨૦૦૨ માં યોગી આદિત્યનાથ દ્વારા રચિત જૂથ હિન્દુ યુવા વાહિનીએ બિજનોરમાં પ્રદર્શન કરીને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું.
૪. વારાણસીમાં હિન્દુ સમાજ પાર્ટીના રાજ્ય સચિવ રોશન પાન્ડેએ મેજિસ્ટ્રેટને પોતાનો લોહીથી એક પત્ર લખ્યો.
૫. કરણી સેના ભયનો માહોલ ઊભો કરવામાં સફળ રહી. હરિયાણામાં ૮૦ ટકા સિનેમાઘરો માલિકોએ કરણી સેનાની બીકે ફિલ્મ પ્રદર્શિત કરવાની ના પાડી દીધી છે. રિપોર્ટ અનુસાર પદ્માવતનું એક પણ પોસ્ટર જોવા મળ્યું નથી.
૬. મધ્યપ્રદેશના હૌશંગાબાદમાં પણ કરણી સેનાના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશ સરકારે પણ ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.
૭. સૂત્રોના જણાવ્યાનુસાર ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પદ્માવત સંબંધિત વિરોધ પ્રદર્શન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડી તો રાજ્ય સરકારોને તમામ સહાય પૂરી પાડીશું.
૮. રાજસ્થાનમાં જાલોર જિલ્લામાં કરણી સેનાએ બંધનું આહવાન કર્યું જેને બગોડા વિસ્તારના વેપારીઓએ ટેકો આપ્યો
૯. યુપીમાં મથુરામાં થયેલા પ્રદર્શનને કારણે ભુવનેશ્વર રેલવે સ્ટેશને ટ્રેન રોકી પાડવામાં આવી. વેવ સિનેમાની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી.
૧૦. રવિવારે રાજસ્થાનના ચિત્તોડગઢ શહેરમાં હજારો રાજપૂત મહિલાઓએ ચેતવણી માર્ચ કરી ધમકી આપી કે જો પદ્માવતને રીલિઝ કરવામાં આવશે તો તેઓ સામૂહિક અગ્નિસ્નાન કરશે.