અમદાવાદ, તા.૮
ગુજરાત વિકાસની પોલ ખોલતી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હોવાની વાતો પણ જાણે પોકળ સાબિત થઈ હોય તેમ દેશની ટોપની ર૦ યુનિ.ઓમાં ગુજરાતની ફકત એક જ યુનિ.નો સમાવેશ થતાં આ વાત સામે આવી છે.
‘ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત’ આ સૂત્ર રાજ્યમાં ખોટું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ ગુજરાતમાં કથળતા શિક્ષણનો બોલતો પુરાવો સામે આવ્યો છે. આ પુરાવો જોતા એવી લાગી રહ્યું છે કે શું ‘આવી રીતે ભણશે ગુજરાત’.
ઈન્ટરનેશનલ રેન્કિંગમાં રાજ્યના શિક્ષણ સ્તરની પોલ ખુલી છે. દેશની ટોપ ૨૦ યુનિવર્સિટીમાં ગુજરાતની ફક્ત એક યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. હાલ દેશની ટૉપ યુનિવર્સિટીમાં વડોદરાની સ્.જી. યુનિવર્સિટીનો ૧૦૨ ક્રમે છે. મોભાદાર સ્.જી. યુનિવર્સિટીનો ક્રમ રાજ્યમાં છઠ્ઠો ક્રમે છે, જ્યારે ગુજરાતની ય્.્‌.ેં. યુનિવર્સિટી ૧૬માં ક્રમે રહેલી છે. આ સ્થિતિને જોતા ગુજરાતના શિક્ષણનું સ્તર કેટલી હદે કથળાયેલું છે, તેનો અંદાજ આવી શકે છે.