(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૫
દેશભરમાં તમામ યુનિવર્સિટીઓમાં આયોજિત પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા પર રોક લગાવવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવેલી છે. આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
અરજીમાં અરજદારના વકીલની રજૂઆત છે કે દિલ્હી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સહિતની દેશભરની અનેક યુનિવર્સિટીઓએ કોરોનાના સંકટ વચ્ચે પરીક્ષાઓનું આયોજન કર્યું છે તથા વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવેલી છે, તો તેના પર રોક લગાવવામાં આવે. આ ઉપરાંત વર્તમાન સ્થિતિ સુધરે ત્યારે અથવા તો સ્થિતિ પ્રમાણે યુજીસી દ્વારા એક સમાન એક સ્વરૂપે પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવે અથવા વિદ્યાર્થીઓને પ્રમોશનથી પાસ કરવામાં આવે.
અરજદારના વકીલની એ પણ રજૂઆત છે કે યુજીસીએ એપ્રિલ માસમાં માર્ગદર્શિકા બહાર પાડી હતી. જે મુજબ તમામ યુનિવર્સિટીઓએ કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે અને સ્થિતિને અનુરૂપ સમાન સ્વરૂપે પરીક્ષા લેવાની રહેશે. ેખ્તષ્ઠની ધારણા હતી કે મે મહિનામાં સ્થિતિ સુધરશે. જેથી એપ્રિલ માસમાં તેમણે માર્ગદર્શિકા બહાર પાડી હતી. જોકે સ્થિતિ વધુ કથળી હતી અને ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ પણ લંબાયું હતું. યુજીસીની આ માર્ગદર્શિકા બાદ મે મહિનામાં કેન્દ્રીય ગૃહ વિભાગે પણ માર્ગદર્શિકા બહાર પાડી હતી. જે મુજબ શૈક્ષણિક સંસ્થાનોને રાબેતા મુજબ શરૂ કરવાની મંજુરી મળી નથી. આ પછી ેહર્ઙ્મષ્ઠા વનમાં કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકા બહાર પડેલી છે. જે મુજબ શૈક્ષણિક સંસ્થાઓને ઓફિસો શરૂ કરવાની મંજૂરી મળેલી છે, પરંતુ શૈક્ષણિક સંસ્થાનો અને રાબેતા મુજબ શરૂ કરવાની મંજુરી અપાઈ નથી. શૈક્ષણિક સંસ્થાનો શરૂ કરવા કે નહીં તે અંગે કેન્દ્રીય ગૃહ વિભાગ રિપોર્ટ બનાવશે અને પછી તે રિપોર્ટ કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ વિભાગને સુપરત કરવામાં આવશે. આ પછી કેન્દ્રીય આરોગ્ય અને કલ્યાણ વિભાગ શૈક્ષણિક સંસ્થાનો શરૂ કરવા અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર( ર્જીંઁ) નક્કી કરશે. આ પછી જ શૈક્ષણિક સંસ્થાનો શરૂ કરવા માટેનો નિર્ણય લેવાશે. આ તમામ પ્રક્રિયાઓ અનલોક તું આ સમયગાળામાં થશે. જોકે આ પ્રક્રિયા પહેલાં જ તમામ યુનિવર્સિટીઓએ યુજીસીની એપ્રિલ માસની માર્ગદર્શિકા મુજબ પરીક્ષા લેવાનું અને પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકાથી વિપરીત છે. આ પરિસ્થિતિના લીધે વિદ્યાર્થીઓ હેરાન થશે અને અસમાનતાનું વાતાવરણ સર્જાશે.
૧૦મીના રોજ યુજીસીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિવારણ માટે ફરિયાદ ષ્ઠીઙ્મઙ્મ બનાવ્યો હતો. જેમાં તેમને દેશભરમાંથી અનેક ફરિયાદો મળી હતી. આ પછી યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને નિર્દેશ આપ્યા છે કે યુનિવર્સિટીઓ તેમની રીતે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલે. આ સ્થિતિમાં તો યુનિવર્સિટીઓ તેમની રીતે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલશે. જેના લીધે મુંઝવણ ભરી સ્થિતી ઉભી થશે. જેથી હાઇકોર્ટ ેખ્તષ્ઠ પાસે રિપોર્ટ માગે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે તેમણે શું એકશન લીધા છે.