(એજન્સી) મુંબઇ,તા.૨૭
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આપણે પહેલા દેશ વિશે વિચારવું જોઇએ. વર્તમાન પરિસ્થિતિ પહેલા સરખી થવી જોઈએ. આ પછી અમે આઈપીએલ વિશે વાત કરી શકીએ છીએ. પહેલા જીવનને સામાન્ય માર્ગે આવવા દો.” તેણે ગુરુવારે તેના સાથી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સાથે ઇન્સ્ટાગ્રામ પર ચર્ચા કરતી વખતે આ વાત કહી.
આ પહેલા રોહિતે ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્‌સમેન કેવિન પીટરસન સાથે પણ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરી હતી. આ સમય દરમિયાન, તેમણે કહ્યું હતું કે જો દેશમાં કોરોનાવાઇરસ કંટ્રોલમાં આવે અને પરિસ્થિતિ પહેલા કરતા સારી થાય તો આઇપીએલ આવતા મહિને થઈ શકે છે. પીટરસને તેને સવાલ પૂછ્યો કે શું આ વર્ષે આઇપીએલ થશે? આ અંગે મુંબઇના કેપ્ટને કહ્યું- મને લાગે છે કે પરિસ્થિતિ સુધરે ત્યારે આ ટૂર્નામેન્ટ રમી શકાય છે. કદાચ આવતા મહિનાની શરૂઆતમાં જ તેમ થઈ જાય.