(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હાલમાં સમગ્ર દેશમાં ૬૦,૯ર૯ શાખાઓ ચલાવી રહ્યું છે. ગયા વર્ષે માર્ચથી પ,ર૭૭ શાખાઓનો વધારો નોંધવામાં આવ્યો છે. માર્ચ ર૦ર૧ સુધી લગભગભ પપ,૬પર આરએસએસની શાખાઓ દેશભરમાં કાર્યરત હતી. આરએસએસની ટોચની નિર્ણય લેતી સંસ્થા અખીલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસિય બેઠકના પ્રારંભિક દિવસે આની જાહેરાત કરવામાં આવી હતી. જે શુક્રવારે અમદાવાદમાં શરૂ થઈ હતી. આરએસએસે તેની સાપ્તાહિક મિલન બેઠકોમાં ર,૦૦૦થી વધુનો વધારો જોયો હતો જે ગયા વર્ષે માર્ચમાં ૧૮,પપ૩થી વધીને માર્ચ ર૦રરમાં ર૦,૬૮૧ થઈ ગઈ હતી. અખીલ ભારતીય પ્રતિનિધિ સભામાં વર્ષ ર૦ર૧-રર માટેનો વાર્ષિક અહેવાલ શેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય દૃષ્ટિકોણ વિશે વાત કરતા આરએસએસના વાર્ષિક અહેવાલમાં ગયા વર્ષે મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત પછી પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે જો હિંસા, ડર, દ્વેષ અને કાયદાનો ભંગ સમાજમાં પ્રચંડ બની જાય તો માત્ર અશાંતિ જ નહીં હોય પણ લોકશાહી અને પારસ્પારિક વિશ્વાસ પણ નાશ પામશે. સાચા કથન સાથે વિભાજનકારી કાવતરાને જવાબ આપવાની જરૂર વિશે વાત કરતા અહેવાલમાં કહેવાયું હતું કે ભારતમાં આજે એક તરફ વર્ષો જૂના સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાઓ અને ઓળખ એકતા અને દેશની અખંડિતતા જ્યારે જાગી રહી છે અને હિન્દુ શક્તિ આત્મસન્માન સાથે ઊભી થઈ રહી છે ત્યારે પ્રતિકૂળ બળો જે આને સહન નથી કરતા તેઓ સમાજમાં નીતિભ્રષ્ટ વાતાવરણ પેદા કરવા માટે પણ કાવતરૂં ઘડી રહ્યા છે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીયતા, હિન્દુત્વ, તનો ઈતિહાસ, સામાજિક તત્વજ્ઞાન, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરા વગેરે વિશે સત્ય અને તથ્ય પર આધારિત અસરકારક અને મજબૂત વૈચારિક પ્રવચનની રચના કરવી જરૂરી છે. તે જ સમયે વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક વર્તુળમાં જીવનના ભારતીય મૂલ્યો પર આધારિત વર્તમાન સમય સાથે સંબંધિત વર્તનની અભિવ્યક્તિ પર પણ ભાર મૂકવો પડશે અને તે ઈચ્છનીય છે કે ખાસ કરીને યુવાન પેઢી દરમ્યાન આ પ્રયાસ વ્યાપક બને. સમાન વિચારધારાના વ્યક્તિઓ અને બળો જેઓ આની સાથે સંમત છે તેમને પણ આ પ્રયાસમાં સામેલ કરવા જોઈએ.
દેશભરમાં હાલમાં ૬૦,૦૦૦થી વધુ RSSની શાખાઓ ચાલી રહી છે

Recent Comments