દેશમાં આગની જેમ ફેલાઈ રહેલી કોરોના મહામારીથી દેશબાંધવો સલામત રહે અને કોરોના સંપૂર્ણપણે નાબૂદ થાય તેવા શુભ ઈરાદાથી રઝા એકેડમી દ્વારા મુંબઈથી અજમેર શરીફ સુધીની એક યાત્રા શરૂ કરવામાં આવી છે. જે યાત્રા રવિવારે અમદાવાદ આવી પહોંચતા ગોમતીપુર ઝુલતા મિનારા મસ્જિદ ખાતે મુસ્તફા રઝા એકેડમીના પ્રમુખ સઈદ રઝવી, ઈકબાલ શેખ વગેરેએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગોમતીપુરના મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખે આ યાત્રામાં સામેલ તમામ આલીમેદિન તથા અન્ય અગ્રણીઓની કામગીરીને બિરદાવી હતી. યાત્રામાં સામેલ મુંબઈથી પધારેલા સઈદ નુરી, મૌલાના અબ્બાસ રઝવી, સૈયદ મિનહાઝ હાશમીમિયાં, શકીલ રઝા વગેરેએ અજમેર શરીફ ખાતે વિશેષ દુઆ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સઈદ રીઝવી, ગ્યાસ શેખ, જીલાની શેખ, મહંમદઅલી રાઠોડ, યુસુફ ખાન, સમીર રીઝવી, રીઝવાન રીઝવી, મુઝફફર રીઝવી, શાકિર રીઝવી, ઈસ્માઈલ શેખ, ફારૂક શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.