(એજન્સી) નવી દિલ્હી, તા.૩
દેશમાં કોરોના કેસો બુલેટ ટ્રેનની જેમ ઝડપથી આગળ વધી રહ્યા છે. ચીનનો આ વાયરસ દેશની અંદર અને ચીનનાં સૈનિકો દેશની સરહદો પર અડિંગો જમાવી રહ્યા છે. દેશમાં કોરોનાની અસર ધીમે ધીમે પરાકાષ્ઠાએ પહોંચી રહી છે. અનલોક-૨માં પણ કેસો સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોરોનાના જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ હજાર ૯૦૩ કેસ સામે આવ્યા અને ૩૭૯ લોકોનાં મોત થયા હતા. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં સૌથી વધારે કેસો નોંધાયા હતા. તે સાથે જે કોરોનાના કુલ કેસોની સંખ્યા ૬,૨૫,૫૪૪ પર પહોંચી છે. સારવાર હેઠળના કેસો એટલે કે એક્ટીવ કેસોની સંખ્યા ૨,૨૭,૪૩૯ અને સાજા થયેલા લોકોની સંખ્યા ૩,૭૯,૮૯૧ થઇ છે. વધુ ૩૭૯ લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો૧૮,૨૧૩ પર પહોંચી ગયો છે. આજે સવારે દિલ્હીમાં કેસો વધીને ૯૨,૧૭૫ અને તમિલનાડુમાં એક લાખને પાર અને મહારાષ્ટ્રમાં ૧,૮૬,૬૨૬ કેસો નોંધાયા હતા. બે જુલાઇ સુધી કુલ ૯૨,૯૭,૭૪૯ લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. બીજી તરફ, નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસ નગરમાં આજથી ૧૦ દિવસનું લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે, ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૬૦.૭૨ ટકાએ પહોંચ્યો છે. દેશમાં કુલ કેસોમાંથી ૧ લાખ ૮૬ હજારથી વધુ દર્દીઓ તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે, જ્યાં ૮ હજારથી વધુ લોકોનાં મોત થયા છે. એક લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧ હજારથી વધુ લોકોના જીવ ગયા છે. દેશના રાજધાની દિલ્હીમાં કોરોના કેસોમાં ભારતમાં ત્રીજા નંબરે છે, દિલ્હીમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ૯૨,૧૭૫ થઈ ચૂકી છે. જેમાં કોરોના પોઝિટિવનાં ૨૬,૩૦૪ મામલાઓ છે. ૨૮૬૪ લોકોનાં કોરોનાથી મોત નીપજ્યા છે. દેશમાં ચોથા નંબરે ગુજરાત રાજ્ય આવે છે જ્યાં કોરોના કેસોની સંખ્યા ૩૩,૯૯૯ થઈ ચૂકી છે. કોરોનાથી મોતનો મૃત્યદર સૌથી વધુ ગુજરાતમાં છે, અત્યાર સુધી ૧૮૮૭ લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. ૬૭૦૦૭ લોકો સાજા થયા છે. કોરોના સંક્રમિત રાજ્યોમાં યૂપી પાંચમાં નંબરે પહોંચી ગયો છે, ૨૪૮૨૫ કેસો કોરોનાના નોધાઈ ચૂક્યા છે, જેમાં થી ૭૩૫ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. દેશમાં કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યોે છે. જેનાં કારણેે સરકારની મુશ્કેલીઓ વધી રહી છે સાથે આ દેશ માટે પણ ચિંતાજનક બાબત છે.