(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી રોજના ૧૮ હજારથી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ગુરુવાર સવારે પણ જાહેર થયેલા આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૯,૧૪૮ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન ભારતમાં હવે કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યા વધીને ૯૦ લાખથી વધુ થઇ ગઇ છે. જ્યારે રિકવરી રેટ સુધરીને ૫૯.૫૨ ટકા થઇ ગયો છે. ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે ૪૩૪ દર્દીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬ લાખ ૦૪ હજાર ૬૪૧ કન્ફર્મ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે ૨ લાખ ૨૬ હજાર ૯૪૭ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં ૧૭,૮૩૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, ૩ લાખ ૫૯ હજાર ૮૬૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દરમિયાન સમગ્ર વિશ્વ જીવલેણ કોરોનાની સામે લડી રહ્યું છે. ત્યારે વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દુનિયામાં એક કરોડ સાત લાખ ૯૭ હજાર જેટલા જીવલેણ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. ત્યારે આ જીવલેણ વાયરસનાં કારણે ૫.૧૮ લાખ લોકોના મોત નિપજ્યા છે. દુનિયામાં ૨૭.૭૮ લાખ કેસ અને ૧.૩૦ લાખ લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં ૧૪.૫૩ લાખ કેસ અને ૬૦ હજાર લોકોના મોત કોરોનાથી થયા. રશિયામાં કોરોનાના ૬.૫૪ લાખ કેસ અને ૯ હજાર ૫૩૬ જેટલા લોકોના મોત થયા છે. દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામા ભારત ચોથા ક્રમે છે. જે બાદ યુકેમાં ૩.૧૩ લાખ કેસ અને ૪૩ હજાર લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના લીધે ૫૨ હજાર કેસ નવા સામે આવ્યા.જોન્સ હોપ્સીંગ યુનીવર્સીટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર નવા કેસ નોધાયા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૭ લાખ ૩૧હજાર ૨૫૫ કેસ સામે આવ્યા છે અને ૧લાખ ૩૦હજાર ૧૩૪ મોત થયાં છે. જેના લીધે ટ્રમ્પ સરકાર ચિંતિત બની છે.