(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
ભારતમાં કોરોના વાયરસનાં નવા ખતરનાક સ્ટ્રેન હવે ભારતમાં પણ તેજ ગતિથી ફેલાઇ રહ્યો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં કોરોના વાયરસનાં નવા પ્રકારનાં વધુ ૪ કેસ મળ્યા છે, ત્યાર બાદ દેશમાં આ દર્દીઓની કુલ સંખ્યા ૨૯ પર પહોંચી ગઇ છે. આ ચમૃત્યુઆંક વધીને ૧,૪૮,૯૯૪ થઇ ગયો જ્યારે મૃત્યુદર હજુ પણ ૧.૪૫ ટકા છે. આ ચારમાંથી ત્રણ કેસ બેંગ્લુરૂ જ્યારે એ કેસ હૈદરાબાદમાંથી મળી આવ્યો છે. અત્યારસુધી દિલ્હીની લેબમાં ૧૦ કેસ, બેંગ્લુરૂની લેબમાં ૧૦ કેસ અને એક પશ્ચિમ બંગાળ તથા ત્રણ હૈદરાબાદ અને પાંચ પૂણેની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાઇરોલોજીમાંથી મળ્યા હતા. તમામ ૨૯ દર્દીઓને અલગ સ્વાસ્થ્ય સુવિધાઓમાં આઇસોલેશન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે. નવું સ્ટ્રેન કોરોનાના અન્ય સ્ટ્રેન કરતાં વધુ ચેપી છે તેવું કહેવાય છે અને તેણે અત્યારસુધી ડેન્માર્ક, નેધરલેન્ડ્‌સ, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીતઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપુરમાં દેખા દીધી છે. આ નવું સ્ટ્રેન પ્રથમવાર યુકેમાં ડિસેમ્બરમાં દેખાયું હતું ત્યારબાદથી જ યુરોપના આ દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારબાદ યુરોપમાંથી ભારત પરત ફરેલા લોકોમાં પણ આ નવું સ્ટ્રેન દેખાયું હતું. આ માટે ભારતે યુકેમાંથી આવતી-જતી ફ્લાઇટો પર સાતમી જાન્યુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો છે. ભારતે દેશભરમાં આ વાયરસની જાણ માટે ૧૦ લેબમાં ઝડપી કામ શરૂ કરાવ્યું છે. દિલ્હી, મુંંબઇ અને ચેન્નાઇ જેવા શહેરો ઉપરાંત પંજાબ અને કેરળ રાજ્યોમાં મેળાવડા પર અંકુશોની જાહેરાત કરી છે જ્યારે નવા વર્ષની ઉજવણી પહેલા આકરા અંકુશો લાદી દેવાયા હતા. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણનાં લગભગ ૨૦ હજાર નવા કેસ આવ્યો છે જો કે રાહતનાં સમાચાર છે કે આ દરમિયાન કોરોનાને માત કરનારાની સંખ્યા ૨૩ હજારથી પણ વધુ છે, હાલ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨ કરોડ ૨ લાખ ૮૬ હજારથી પણ વધુ થઇ ગઇ છે. આ દરિયાન દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનીની સંખ્યા ૯૮.૮૩ લાખ જ્યારે રિકવરી રેટ વધીને ૯૬.૮ ટકા થઇ ગયો છે, એક્ટિવ કેસોની સંખ્યા ૩૪૦૨ ઘટીને ૨.૫૪ લાખ રહ્યા અને તેનો દર ૨.૪૭ ટકા રહ્યો છે, આ સમયગાળામાં ૨૫૬ દર્દીઓનું મોત થતા મૃત્યુઆંક વધીને ૧,૪૮,૯૯૪ થઇ ગયો જ્યારે મૃત્યુદર હજુ પણ ૧.૪૫ ટકા છે.