(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૨
કોવિડ-૧૯ના કેસોની દેશમાં શરૂઆતથી તો ગુજરાત એવું રાજ્ય હતું જ્યાં મોડેથી સંક્રમણ ફેલાયું હતું. ગુજરાતના પહેલા બે સત્તવાર કેસો ૧૯ માર્ચે નોંધાયા હતા. ૧૨પ દિવસોમાં ગુજરાતમાં કોરોનાના કુલ ૫૧,૪૮પ કેસ નોંધાયા અને ૫૦ હજારનો આંકડો પાર કરનારૂં દેશનું સાતમું રાજ્ય બન્યું છે. આ સાત રાજ્યોમાંથી ઝડપથી કોરોનાના ૫૦ હજારથી વધુ કેસ નોંધાવા મામલે ગુજરાત પાંચમા ક્રમે છે. મહારાષ્ટ્રમાં ૭૬ દિવસમાં ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા, તમિલનાડુમાં ૧૦૨ દિવસ, દિલ્હીમાં ૧૦૯ દિવસ અને આંધ્રપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશમાં ૨૦ જુલાઈએ ૫૦,૦૦૦ કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૨પ૬ નવા કેસ નોંધાતા સુરતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૦,પ૩ર થઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૨૫,૭૬૭ કેસ છે. સુરત કેસ મામલે બીજા ક્રમે છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં નવા ૧૯૬ કેસ નોંધાયા. જે બાદ વડોદરામાં ૮૦ અને રાજકોટના ૫૫ કેસનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ ર૮ લોકોનાં મોત થયા હતા. કુલ ર૮ મોતમાંથી ૧૯ સુરતના છે. જેમાંથી ૧ર સુરત શહેરના અને ૭ જિલ્લાના છે. અમદાવાદમાં ૩ દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા ૧ર,૦૧૬ છે, જે કુલ કેસના ૨૩.૫ ટકા છે. ડિસ્ચાર્જ રેટ ૭૨ ટકા અને મૃત્યુદર ૪.૪ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૮૩૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓનો આંકડો ૩૭,ર૪૦ પર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૨૧ર, સુરતમાંથી ૧૬૦, વડોદરામાંથી ૪૧ અને ગાંધીનગરમાંથી ર૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ ટેસ્ટનો આંકડો ૫.૭૬ લાખ થયો છે. બુધવાર સાંજ સુધીમાં ૩.૩૩ લાખ લોકો ક્વોરન્ટીનમાં છે.