(એજન્સી) તા.૯
ભારતના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું છે કે દેશમાં ખૂબ જ ખતરનાક રમત જારી છે, સંસ્થાઓને ગંભીર જોખમ છે અને જો સિદ્ધાંતો પર બંધારણની પ્રસ્તાવનાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો, તેને ભંગારની ટોપલીમાં ફૈંકી દેવામાં આવ્યો છે.
સમાચાર મુજબ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર અને કેટલાક દેશોમાં ભારતના રાજદ્વારી રહેનારા પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અંસારીનું કહેવું હતું કે લોકો મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે માટે પગલું ભરવું જરૂરી છે. કારણ કે જો આ પ્રક્રિયા જારી રહે છે તો પછી જાગવામાં વિલંબ થઈ જશે. તેમણે જણાવ્યું કે અમે ઘણા મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ હું તેની ડિટેલ વ્યક્ત કરી શકતો નથી. પરંતુ પ્રમાણિકતાથી કરૂં તો સત્ય એ છે કે ભારતીય લોકતંત્ર ગંભીર સંક્ટમાં છે. હામિદ અંસારીએ ચેતવણી આપતા જણાવ્યું કે જે સિદ્ધાંતોના માળખા પર આપણા બંધારણની પ્રસ્તાવનાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. આજે તેમને પગની નીચે કચડવામાં આવી રહ્યો છે. હામિદ અંસારીએ જણાવ્યું કે, “આ પ્રક્રિયામાં સત્યની થાળીમાં જૂઠ અને દગો પીરસવામાં આવી રહ્યો છે. માટે સામાન્ય રીતે લોકો તેને સમજી શકતા નથી. પરંતુ સત્ય એ છે કે ખૂબ જ ખતરનાક પ્રક્રિયા ચાલી રહી છે. અમારા માટે અને દેશ માટે ખૂબ જ ખતરનાક છે.”
હામિદ અંસારીએ માર્ચમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, સીપીઆઈના મહા સચિવ ડો. રાજા અને સીપીઆઈના મહાસચિવ સીતારામ યંચુરીની હાજરીમાં ભાલચંદ્ર મુંગેકરના પુસ્તક “સંસદ મેં મેરે એન્કાઉન્ટરર્સ” ના વિમોચનના સમયે આ ટિપ્પણી કરી હતી. તેમનું કહેવું હતું કે દેશની વર્તમાન સ્થિતિ પર વિદેશોમાં તેમના મિત્ર ગંભીર ચિંતામાં છે. જ્યારે દેશના દુશ્મન ખૂશ છે.
અંસારીએ જણાવ્યું કે, કંઈક એવું થઈ રહ્યું છે, જેના પર ધ્યાન આપવાની જરૂરત છે. માટે હું ડો. મુંગેકરના શબ્દોને અલાર્મ સમજુ છું જે આપણને સચેત કરી રહ્યા છે કે આપણને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને જો આપણે આ પ્રક્રિયાને જારી રાખવાની પરવાનગી આપીએ છીએ, તો પછી જાગવાનો ઘણો વિલંબ થઈ જશે.