અમદાવાદ, તા.૨૮
દેશભરમાં સરહદી વિસ્તારોના એરપોર્ટ ગઈકાલે સુરક્ષાએ વ્યવસ્થાના ભાગરૂપે થોડો સમય બંધ રખાયા બાદ આજે શ્રીનગર, અમૃતસર અને જમ્મુ જતી ફ્લાઈટનો ટ્રાફિક ઘટી ગયો છે. ગુરૂવારે બીજા દિવસે શ્રીનગર અને જમ્મુ જતો આવતો એર ટ્રાફિક પૂર્વવત થયો છે પરંતુ હવામાન અને કડક સિક્યોરિટી વ્યવસ્થા ઇમિગ્રેશનનો સમય વગેરેને લઈને અમદાબાદ આવતી અને અહીંથી ઉપડતી ૨૩ જેટલી ફ્લાઇટનાં શેડ્યૂલ ખોરવાયાં છે. અમદાવાદ એરપોર્ટથી ઉપડતી સવારની ૬ કલાકઊ આસપાસની સ્પાઇસ જેટ, ઈન્ડિગો, અને ગો એરલાઈન્સની દિલ્હી જતી ત્રણ ફલાઇટ એક કલાક મોડી પડી હતી. જ્યારે ઈન્ડિગોની હૈદરાબાદ, ઇન્ડિગોની દોહા કતાર એરવેઝની દોહા અને અમીરાતની દુબઈ જતી ફલાઇટ પણ તેના નિયત સમય કરતાં મોડી પડી હતી.
એતિહાદ એરવેઝ સાઉદી એરલાઇન્સ અને જેટ એરવેઝની અબુધાબી જવા માટે ઉપડતી ફલાઇટ પણ મોડી ઉપડી હતી. જ્યારે એર ઇન્ડિયાની શારજાહ અને સ્પાઇસ જેટની ચેન્નઇ જતી ફ્લાઇટ સહિતની તમામ ફલાઈટ્‌સ એક કલાકથી વધુ સમય માટે મોડી ઉપડતાં પ્રવાસીઓ અટવાયા હતા.
બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર આવતી દિલ્હી અને બેંગલુરૂની ફ્લાઇટ હવામાનના કારણે મોડી પડી હતી ગો એરની સવારની ૭.૪૦ની અમદાવાદ-દિલ્હી વિસ્તારાની બેગલુરૂ, સિંગાપોર એરલાઇન્સ અને સિલ્ક એરની બેંગલુરૂ જતી ફલાઇટ સવારે મોડી આવી હતી. એતિહાદની અબુધાબી તેમજ સઉદી એર લાઇન્સ અને જેટ એરવેઝની અબુધાબીથી આવતી ફલાઇટ સહિત સ્પાઇસ જેટની મસ્ક્ત, એર અરેબિયાની શારજાહ અને સ્પાઇસ જેટની બેંગકોકથી આવતી ફલાઇટ એક કલાકથી વધુના સમય માટે મોડી આવી હતી જે પછી મોડી ઉપડી હતી.