(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
કોરોના વાઈરસની મહામારી સામેની લડતમાં ફ્રન્ટ લાઈન પર ઉભેલા યોદ્ધાઓને હવે હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવા આપવામાં આવશે. દેશમાં કોરોના ડ્યુટીમાં તૈનાત પોલીસકર્મીઓ અને અર્ધસૈનિક દળો, કંન્ટેન્ટમેન્ટ જોન અને વિભિન્ન સ્થળો પર ફ્રન્ટ લાઈનમાં ઉભા રહીને કામ કરી રહેલા કર્મચારીઓને આ દવા આપવામાં આવશે.
સરકારે એક સંશોધિત પરામર્શ જારી કરીને બિન કોવિડ-૧૯ હોસ્પિટલોમાં કામ કરી રહેલા લક્ષણ વિનાના સ્વાસ્થ્ય સેવા કર્મીઓ, કંન્ટેન્ટમેન્ટ ઝોનમાં નજર રાખતા તૈનાત કર્મીઓ અને કોરોના વાઈરસ સંક્રમણને રોકવા સંબંધી ગતિવિધિઓમાં સામેલ અર્ધસૈન્ય દળ, પોલીસકર્મીઓને રોગ નિરોધક દવા તરીકે હાઈડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. અગાઉ જારી પરામર્શ અનુસાર, કોવિડ-૧૯ ને ફેલાવવાથી રોકવા અને તેની સારવાર કરવામાં સામેલ લક્ષણ વિનાના પણ તમામ સ્વાસ્થ્ય સેવા કર્મીઓ અને સંક્રમિત લોકોના ઘરમાં સંપર્કમાં આવેલા લોકોમાં સંક્રમણ વિરૂદ્દ આ દવાનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે. આ સિવાય જે હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દી દાખલ નથી. ત્યાં કામ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓને પણ આ દવા લેવી પડશે. આઈસીએમઆર, સ્વાસ્થ્ય મંત્રાલય, એઈમ્સ અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોડી સહિત કેટલીક સંસ્થાનોના શરૂઆતી અધ્યયનમાં જાણ થઈ છે કે હાઈડ્રોક્સિક્લોરોક્વિનના સેવનથી કોરોના સંક્રમણનુ જોખમ ઓછુ થયુ છે.
દેશમાં પોલીસકર્મીઓ, અર્ધસૈનિક દળ અને સ્વાસ્થ્ય કર્મીઓને પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન અપાશે

Recent Comments