(એજન્સી) તા.૯
દેશમાં પોષણ અંગે ટોપની ત્રણ પેનલોની કોરોના કાળમાં એક પણ બેઠક થઈ નથી. આ સમિતિઓની બેઠક ત્રણ મહિનામાં એક વખત થવાની હતી. ભૂખ અને કુપોષણથી લડવા માટે આ ત્રણેય સમિતિઓ બનાવવામાં આવી હતી. પરંતુ કોરોના સંકટ દરમ્યાન એક વખત પણ સભ્ય મળ્યા નથી. તેની પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે જણાવ્યું કે આ મોદીજીની પ્રાથમિકતા નથી. દિગ્વિજયસિંહે એક ટવીટમાં જણાવ્યું કે આશ્ચર્યની વાત છે ગરીબ, વંચિત અને કુપોષિત મોદીજીની પ્રાથમિકતા યાદીમાં નથી. ખેડૂત વિરોધી કાયદાઓ દ્વારા પોતાના મિત્રોને સુવિધા આપવી જ તેમની પ્રાથમિકતા છે. વર્તમાન પત્રએ પોતાના રિપોર્ટમાં આજ સમિતિના એક સભ્ય ચંદ્રકાંત એસ. પાંડવેના હવાલાથી લખ્યું કે મને દુઃખ છે કે સ્થિતિ ખરાબથી ખુબ જ ખરાબ થઈ ગઈ છે. ભારતની ન્યુટ્રીશન સિસ્ટમ ધસી ગઈ છે. આ સ્થિતિથી બચી શકાય છે. જણાવી દઈએ કે ચંદ્રકાંત એસ. પાંડવને આયોડીન મેન ઓફ ઈન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે. એકિઝયુટીવ કમિટીના એક બીજા સભ્યએ જણાવ્યું કે ન્યુટ્રીશન મીશન હેઠળ મોદી સરકારે જે કંઈ નક્કી કર્યું હતું. તેનું પાલન જરૂરી થઈ ગયું છે બંને સભ્યોએ જણાવ્યું કે તેમણે પોતાની વાત જાહેર કરી છે અને એજન્ટ મીટિંગની માંગ કરી છે. ન્યુટ્રીશનની ત્રણ ટોપ કમિટી, નીતિ પંચના ચેરમેનની અધ્યક્ષતાવાળી નેશનલ ન્યુટ્રીશન કાઉન્સિલ, મહિલા તેમજ બાળ વિકાસના સચિવની અધ્યક્ષતાવાળા નેશનલ ન્યુટ્રીશન મિશન અને નેશનલ ટેકનિકલ બોર્ડ ઓન ન્યુટ્રીશન છે તેના અધ્યક્ષ નીતિ પંચના સભ્ય વીકે પોલ છે ડિસેમ્બર ર૦૧૭માં કેબિનેટની નેશનલ ન્યુટ્રીશન મિશનને પરવાનગી પછી આ ત્રણેય કમિટી બનાવવામાં આવી હતી. એમએનસીની અંતિમ બેઠક ઓકટોબર ર૦૧૯માં થઈ હતી. જયારે તેની બેઠક ફેબ્રુઆરી ર૦ર૦માં થઈ એનટીબીએનની અંતિમ બેઠક ઓગસ્ટ ર૦૧૮માં થઈ હતી. આ રીતે ન્યુટ્રીશન મિશનની સંપૂર્ણ યોજના ઠંડી પડી ગઈ.ષ્ઠ