નવી દિલ્હી, તા.૧૫
દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા ૩૯૬૭થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને ૮૫,૫૪૬ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ૧૦૦ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અત્યાર સુધી કુલ ૨,૬૪૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧૬૮૫ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. ૮૫,૫૪૬ કોરોના વાયરસના તમામ કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોમાં ચીનને પાછળ છોડી દીધો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કુલ ૮૫,૫૪૬ કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી ૩૦,૦૯૮ લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨,૭૪૬ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ ૫૨,૭૦૬એક્ટિવ કેસ છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૯,૧૦૦ કેસ નોંધાયા છે જેમાંથી ૧,૦૬૮ લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૯,૯૩૨ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૫૮૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં ૧૦,૧૦૮, દિલ્હીમાં ૮,૮૯૫, રાજસ્થાનમાં ૪,૬૮૮, મધ્યપ્રદેશમાં ૪૪૨૬ અને ઉત્તરપ્રદેશમાં કોરોનાના ૩૯૦૨ કેસ સામે આવ્યા છે.
દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૯૬૭ પોઝિટિવ કેસ : ૧૦૦નાં મોત

Recent Comments