(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર મચાવનાર કોરોના વાઇરસથી ભારતમાં અત્યાર સુધી ૩૮૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧,૨૨૩ લોકોના મોત થયા છે. ભારતમાં કેસોની સંખ્યા છેલ્લાં ગણતરીના સમયમાં જ વધ્યા છે. જેના કારણે ઘણાં વિસ્તારો રેડઝોનમાં આવી ગયા છે. આ સાથે જ હવે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૧ હજારને પાર થઈ ગયો છે અને બીજા ક્રમે ગુજરાતમાં પાંચ હજારથી વધુ લોકો આ મહામારીમાં સપડાયા છે. ત્રણ હજારથી વધુ કેસ સાથે રાજધાની દિલ્હી ત્રીજા નંબરે છે. આ આંકડા રાજ્ય સરકારો દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. શનિવારે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપીને જણાવ્યુ કે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૩૯૩ નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને ૩૮૦૦થી વધુ થઈ ગઈ છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ ૭૧ લોકોનો જીવ લઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૯૯૫૦ કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે .મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સૌથી અસરગ્રસ્ત રાજ્યો છે. દરમિયાન કેન્દ્રીય સુરક્ષા બળના વધુ ૬૮ જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ પૂર્વ દિલ્હી ખાતે આવેલા ઝ્રઇઁહ્લCRPF બટાલિયનના એક કેમ્પમાંથી જ છે. અત્યાર સુધી આ કેમ્પમાં ૧૨૨ સંક્રમિત મળ્યા છે. હવે તેમની સાથે સુરક્ષાબળના ૧૨૭ જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી એક જવાન ઠીક થયો છે, જ્યારે એકનું મોત થયું છે. ઝ્રઇઁહ્લ દેશની સૌથી મોટી પેરામિલેટ્રી ફોર્સ છે. જેમાં લગભગ ૩.૨૫ લાખ જવાન અને અધિકારીઓ અલગ અલગ રેન્ક પર સેવા આપે છે.
દિલ્હીમાં કોરોના સંક્રમણ પ્રભાવિત ચાર રેડ ઝોનને લિસ્ટમાંથી હટાવી દેવાયા છે. હવે અહીંયા ૯૭ રેડ ઝોન છે. દિલ્હીના કાપશેરામાં એક જ બિલ્ડિંગના ૪૧ લોકો કોરોના પોઝીટીવ જાહેર થતાં હડકંપ મચી ગયો હતો. વાસ્તવમાં , ૧૮ એપ્રિલના રોજ, દિલ્હીના કપશેરામાં એક મકાનમાં કોરોનાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગીચ વિસ્તારને જોતાં વહીવટીતંત્રએ ૧૯ એપ્રિલના રોજ આ વિસ્તાર સીલ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, ૨૦ એપ્રિલે અહીંથી ૯૫ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને ૨૧ એપ્રિલે ૮૦ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને આ નમૂનાઓ નોઈડાના એનઆઈબી લેબમાં મોકલવામાં આવ્યા હતા. કુલ મળીને ૧૭૫ લોકોના નમૂનામાંથી ૬૭ લોકોના નમૂનાનો અહેવાલ આજે આવ્યો છે. આમાંથી ૪૧ લોકોને કોરોના ચેપ લાગ્યો છે. બીજી તરફ, કોરોનાને કારણે પંજાબમાં ફસાયેલા ૨૭૧ બ્રિટિશ નાગરિક લંડન જવા માટે રવાના થયા હતા. લોકડાઉન વચ્ચે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂર, વિદ્યાર્થી અને અન્ય લોકો માટે ૨૪ કલાકમાં ૬ સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. પહેલી ટ્રેન ગુરુવારે સવારે તેલંગાણાના લિંગમપલ્લીથી ઝારખંડના હટિયા સુધી ચલાવાઈ હતી. જે મોડી રાતે હટિયા પહોંચી ગઈ છે. આ ઉપરાંત બાકી ૫ ટ્રેન છે જયપુર(રાજસ્થાન)થી પટના(બિહાર), કોટા(રાજસ્થાન)થી હટિયા(ઝારખંડ), નાસિક(મહારાષ્ટ્ર)થી લખનઉ (ઉત્તરપ્રદેશ), નાસિક (મહારાષ્ટ્ર)થી ભોપાલ (મધ્યપ્રદેશ), લિંગમ્પલ્લી (તેલંગાણા)થી હટિયા(ઝારખંડ) અને અલુવા(કેરળ)થી ભુવનેશ્વર(ઓરિસ્સા). મધ્યપ્રદેશના ૨૮ જિલ્લાઓના ૩૪૭ મજૂરોને લઈને મહારાષ્ટ્રના નાસિકથી દોડાવાયેલી ટ્રેન શનિવારે ભોપાલ પહોંચી છે. અહીંયા મિસરોજ સ્ટશન પર તમામ મજૂરોનું થર્મલ સ્ક્રીનિંગ કરાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, તમામ મજૂરો સ્વસ્થ છ. હવે તેમને તેમના જિલ્લાઓમાં પહોંચાડવામાં આવશે. ત્યાં તેમની ફરી તપાસ કરવામાં આવશે.

દિલ્હીના કપાશેરા વિસ્તારમાં એક જ બિલ્ડીંગના ૪૧ લોકોના કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ મળ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર
નવી દિલ્હીના કપાશેરામાં એક જ બિલ્ડીંગના ૪૧ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ નીકળતા હડકંપ મચી ગયો હતો. ૧૮ એપ્રિલના રોજ કોરોનાનો એક દર્દી સામે આવ્યા બાદ આગામી દિવસે બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી હતી. દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના જિલ્લા અધિકારી તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ કાપશેરામાં ડીસી કાર્યાલયની પાસે આવેલ એક બિલ્ડીંગના ૪૧ લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. ૧૯ એપ્રિલે સીલ કર્યા બાદ અહીંયા રહેનારા બધા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શનિવારે આમના રિપોર્ટ આવ્યા હતા અને ૪૧ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડીંગ ખૂબ જ ભીડભાડવાળા વિસ્તારમાં આવેલ છે અને બિલ્ડીંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રહે છે. એવામાં ત્યાં રહી રહેલા બધા લોકોને ક્વોરન્ટાઈનની સાથે સાથે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં તેમના રિપોર્ટ પણ સામે આવશે.