(એજન્સી) તા.ર૬
કતારે જણાવ્યું છે કે તેણે ગયા મહિને દોહા એરપોર્ટ ખાતે ડબ્બામાં તરછોડી દેવાયેલી બાળકીના માતા-પિતાને ઓળખી કાઢ્યા છે અલ-જઝીરાનો અહેવાલ. ગયા મહિને એક સીસીટીવી ફૂટેજને હેતપૂર્વક જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દેખાઈ આવે છે કે દોહા એરપોર્ટ પર પેરામેડિકલ્સે એક ત્યજી દેવાયેલી બાળકીને શોધી કાઢી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, એક એશિયન દેશની મહિલા શિશુને છોડી મૂકીને વિદેશ ભાગી ગઈ હતી. તેના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારી વકીલોએ જણાવ્યું હતું. વકીલે આગળ જણાવ્યું કે ભાગેડુ દોષીની ધરપકડ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસો ચાલુ છે. જેના પર મહત્તમ ૧પ વર્ષની સજા લાગી શકે છે. નિવેદનમાં હતુ કે માતાએ દેશ છોડતી વખતે, નવજાત શિશુને કચરાપેટીમાં ફેંકી દીધું હતું. જે એરપોર્ટ ખાતેના પ્રસ્થાન લોન્જના એક શૌચાલયમાં પડી હતી. અને ત્યારબાદ વિમાનમાં સવાર થઈ તેની મંઝિલ તરફ રવાની થઈ ગઈ. અહેવાલમાં છે કે ડીએનએ પરીક્ષણમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બાળકીનો પિતા એક એશિયન વ્યક્તિ છે. નવજાત શિશુ-બાળકી એરપોર્ટ ખાતેથી મળી આવ્યા પછી દસ વિમાનો પર તાત્કાલિક તલાશી લેવામાં આવી હતી, જેથી બાળકીના માતા-પિતાને શોધી શકાય.