જામનગર, તા.ર૯
દ્વારકા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા પ્રાથમિક શિક્ષકોની સામે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે સૂચના આપતા તેના અનુસંધાને જિ.પ્રા.શિ. ભાવસિંહ વાઢેળ દ્વારા નોટિસો આપીને કાયદેસરની પ્રક્રિયા કર્યા પછી પણ આ શિક્ષકો ગેરહાજર રહેતા હોય, સરકારના નિયમ મુજબ સાત શિક્ષકોને ફરજ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. એક તરફી કાર્યવાહી કરાતા ભારે ચર્ચા જાગી છે.
સાત પ્રાથમિક શિક્ષકોને છૂટા કરાયા તેમાં બેહ પ્રા.શા.ના પરમાર મોનિકાબેન, કેનેડી કન્યા શાળાના ધાધલિયા સુરેશભાઈ, દાત્રાણા પ્રા.શા.ના પાયલબેન પટેલ, ગોરિયાણી પ્રા.શા.ના ઉજાશબેન જાની, ભરાણા તા.શા.ના પરમાર ભૂમિતાબેન, સોઢા તરઘડી પ્રા.શા.ના ચોવટિયા એક્તાબેન તથા વિંઝલપર કન્યા શાળાના ડોબરિયા ભીખાભાઈનો સમાવેશ થાય છે.ઉલ્લેખનિય છે કે, ર૦૧૪થી ૧૮ સુધીમાં આ શિક્ષકો દોઢ વર્ષથી ચાર વર્ષ સુધી ગેરહાજર રહ્યા હતા. જેમની સામે કડક કામગીરી થઈ છે. જે પ્રથમ વખત થઈ છે. જેથી હવે તેમની જગ્યાઓ પણ ભરાશે.