(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
અસંમતિ માટેની જગ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઘટતી રહી છે અને સરકારની ટીકા કરનાર તમામ લોકો સામે કડક રાજદ્રોહ કાયદાનું ઉપયોગ કરવામાં આવ્યું છે. અસ્પષ્ટ શબ્દોમાં લખાયેલ વસાહતી કાયદો એ વધુને વધુ અસહિષ્ણુતા ધરાવતી જમણેરી સરકારના હાથમાં એક સાધન છે. હિન્દુત્વ અધિકારના ઉદ્‌ભવ સાથે દેશમાં અસંમતિ ગુનો બન્યો છે. અસંમતિનો અધિકાર એ કોઈપણ લોકશાહીનું મૂળભૂત તત્ત્વ છે. અસંમતિ માટે સરકારની ખુબ અવગણના ભારતની લોકશાહી માટે સારી નથી. ૨૪ માર્ચે કોવિડ-૧૯ લોકડાઉન શરૂ થતાં જ દિલ્હી પોલીસે શાહીનબાગ અને જામિયાનગર ખાતે વિરોધીઓને દૂર કર્યા હતા. વિરોધના તમામ ભૌતિક સંકેતોને દૂર કરવા માટે, વિદ્યાર્થીઓ દ્વારા અનેક આર્ટવર્ક ધરાવતા જામિયા મિલ્લિયા ઈસ્લામિયાની દીવાલો ઉપર કલર લગાવ્યું હતું. નાગરિકતા સુધારો અધિનિયમ અને એન.આર.સી. સામે આપેલા વિરોધની આપણી યાદોને સંપૂર્ણપણે ભૂંસી નાંખવાનો પ્રયાસ હતો. ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા તોફાનોના મામલે દિલ્હી પોલીસે ૨ એપ્રિલે જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થી મીરાન હૈદરની પૂછપરછ સાથે શરૂઆત કરી હતી, તે પછી તે જ યુનિવર્સિટીના વિદ્યાર્થી, ત્રણ મહિનાની ગર્ભવતી સફૂરા ઝરગરની ધરપકડ થઈ, જેના પર કથિત રીતે ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં વિરોધ પ્રદર્શન કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા. દિલ્હી પોલીસે આ બંને પર કડક યુએપીએ લાગુ કર્યું. તેમનો એક માત્ર ગુનો એ હતો કે, તેઓ કેમ્પસના રાજકારણમાં સક્રિયપણે સામેલ હતા. ફક્ત માત્ર આ નામો જ નથી. દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલર ઇશરત જહાં, ગુલશીફા, એક એમબીએ વિદ્યાર્થી અને સીલમપુર-જાફરાબાદમાં વિરોધમાં ભાગ લેનાર, કાર્યકર ખાલિદ સૈફી અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયા એલ્યુમની એસોસિએશનના પ્રમુખ શફી-ઉર-રહેમાન, બધાની પૂર્વ દિલ્હીમાં કોમી રમખાણો ઉશ્કેરવાના ષડયંત્રના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ તમામ યુવાનોમાં સામાન્ય બાબત એ હતી કે, તેઓ નાગરિકતા સુધારો કાયદો, એન.આર.સી. અને એન.પી.આર.ના અમલ સામેના વિરોધમાં મોખરે હતા. લોકડાઉનનો ઉપયોગ દિલ્હી પોલીસ દ્વારા બંધારણ દ્વારા અપાયેલ અધિકારોને રદ્દ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ખૂબ જ દુઃખદાયક છે કે, લઘુમતીઓને રમખાણોમાં સૌથી વધુ સહન કરવું પડ્યું હતું તેમની જ કોમના વિદ્યાર્થીઓ અને એક્ટિવિસ્ટોની ધરપકડો ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ઉશ્કેરવાના બહાના હેઠળ કરવામાં આવી રહી છે.