જોહાનિસબર્ગ, તા.૧
માર્કો મરૈસે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી એક સપ્તાહથી વધુ સમયની અંદર વિશ્વ રેકોર્ડ બનાવનાર દ.આફ્રિકાનો બીજો ખેલાડી બની ગયો છે. ર૪ વર્ષીય મરૈ દ.આફ્રિકાની ત્રણ દિવસીય પ્રાંતીય પ્રતિયોગિતામાં બોર્ડ -ર તરફથી રમતા ઈસ્ટર્ન પ્રોવિંસ વિરૂદ્ધ ૧૯૧ બોલમાં અણનમ ૩૦૦ રનની ઈનિંગ રમી. આ પહેલાં સૌથી ઝડપી ત્રેવડી સદી વર્ષ ૧૯ર૧માં ચાર્લી મૈકાર્ટનીએ રર૧ બોલમાં ફટકારી હતી. તેમણે નોટિધમશાયર વિરૂદ્ધ ત્રેવડી સદી ફટકારી હતી.