જોહાનિસબર્ગ, તા.ર૮
દ.આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ કેપટાઉન શહેરની પાણીની સમસ્યાના સમાધાન માટે આર્થિક સહયોગ આપ્યો છે. ભારત અને દ.આફ્રિકાની ટીમે પાણીની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહેલા કેપટાઉન શહેરમાં પાણીની બોટલ પહોંચાડવા અને બોરવેલ બનાવવા માટે લગભગ સાડા આઠ હજાર ડોલરની રકમ દાન કરી છે. ભારતીય કપ્તાન કોહલી અને દ.આફ્રિકાના ડુપ્લેસીએ એક લાખ રેંડ ‘ધ ગિફ્ટ ઓફ ધી રિવર્સ ફાઉન્ડેશન’ને દાનમાં આપ્યા. આ દ.આફ્રિકાનું સૌથી મોટું રાહત સંગઠન છે. ફાઉન્ડેશનના ચેરમેન ઈમ્તિયાઝ સુલેમાને કહ્યું કે, દાનમાં મળેલી આ રકમનો સારા કામ માટે ઉપયોગ થશે. ફાઉન્ડેશને આ મદદ માટે ભારત અને દ.આફ્રિકાની ટીમની પ્રશંસા કરી છે. આ મદદથી અમને તે વિસ્તારોમાં બોરવેલ બનાવવામાં મદદ મળશે જે પાણીની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે.
દ.આફ્રિકામાં ટીમ ઈન્ડિયાએ દિલ જીત્યું પાણીની સમસ્યા માટે બંને ટીમે દાન કર્યું

Recent Comments