(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
આજે સવારથી જ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુસવાટાભેર પવન ફૂંકાવાની સાથે આકાશમાં વાદળો ઘેરાતા અસહ્ય ગરમીથી રાહત મળી છે. પરંતુ ઉકળાટ અને બફારો વધ્યો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારથી આકાશમાં કાળા ડિંબાગ વાદળો દેખાવા માંડતા વાતાવરણમાં અચાનક પલટો અનુભવાયો શહેરમાં દક્ષિણ-પશ્રિમ દિશાથી કલાકના સરેરાશ ૨૦ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો છે. વાદળછાયુ વાતાવરણ અને ભારે પવનના લીધે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગરમી ઘટી છે પરંતુ ધૂળની ડમરીઓ અને વાદળછાયુ વાતાવરણથી ઉકળાટ અને બફારો અનુભવાઈ રહ્યાં છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ પ્રકારનું વાતાવરણ પ્રિ-મોન્સુન એક્ટિવીટી કહેવાય છે કે, એક-બે દિવસ આવુ વાતાવરણ રહેશે, પરંતુ હાલ વરસાદની શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતમાં જૂન મહિનાના બીજા સપ્તાહથી ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા છે.