અમદાવાદ, તા.ર૪
જમીઅતે ઉલમા-એ-અહમદાબાદ (મૌલાના અરશદ મદની) તરફથી મદ્રેસા તાલીમુલ ઈસ્લામ પડાણા તા.ધંધુકા (જિ.અમદાવાદ) ખાતે તા.ર૩/૧ર/ર૦ર૦ બુધવારના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ. હફીજા જાડેજા, ડૉ. ફૈજાન બરફવાલા, ડૉ. સફવાન બરફવાલા અને ડૉ. ફૈઝાન શેખે લગભગ ર૯૭ દર્દીઓને તપાસીને જરૂરી દવાઓ આપી.
કેમ્પને સફળ બનાવવા માટે હાફિઝ ફહદ (મેડિસીન ડિસ્ટ્રીબ્યુટર) હાફિઝ ખુબેબ, હાફિઝ તોસીફ અને પડાણા ગામના મૌલાના હનીફ સા., મૌલાના હબીબ સા., સુલેમાન ડેલીગેટ સા., યાકુબભાઈ ખટુંબરા, હારૂન માસ્ટર સા., યુસુફભાઈ ઘોઘારી, દાઉદભાઈ ભોહરિયા, ઈબ્રાહિમભાઈ મેતર, સુલેમાનભાઈ ખટુંબરા અને અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.