મોડાસા,તા.પ
કહેવાય છે પ્રેમ આંધળો છે, વ્યક્તિ એક વાર પ્રેમમાં પડ્યા પછી તેને દુનિયાદારીની કોઇ પરવા હોતી નથી. આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જીલ્લામાં બનતા ભારે ચકચાર મચી હતી ધનસુરા તાલુકાના હિરાપુરા કંપા નજીક આવેલા કુવામાં પરણિત પ્રેમી યુગલે સજોડે ઝંપલાવી હત્યા કરી લેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવક ધનસુરા તાલુકાના બાજીપુરા ગામનો અને મૃતક યુવતી બાયડ તાલુકાના લીંબ ગામની છે
ધનસુરા તાલુકાના બાજીપુરા ગામના મુકેશસિંહ અરવિંદસિંહ મકવાણા અને બાયડ તાલુકાના લીંબ ગામની ૨૨ વર્ષીય મહિલા ભાવનાબેન મદનસિંહ ચૌહાણ બંને પ્રેમી યુગલે રવિવારે ઘરેથી સાથે જીવવા મરવાના કોલ સાથે નીકળી ગયા હતા બંને પ્રેમી યુગલે સમાજ નહિ સ્વીકારેનાં ડર થી દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય કરી ધનસુરાના વડાગામ નજીક આવેલા હિરાપુરા કંપા નજીક પહોંચી કુવામાં ઝંપલાવી ફાની દુનિયાને અલવિદા કહી દેતા ભારે ચકચાર મચી હતી કુવામાં યુવક-યુવતીની લાશ તરતી હોવાની માહિતી વાયુવેગે પંથકમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
બંને પ્રેમી પંખીડા પરિણીત હોવાથી પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી આક્રંદ કરી મૂક્યું હતું પ્રેમી પંખીડાના આપઘાતથી બે પરિવાર વિખેરાતા ભારે ગમગીની છવાઈ હતી ધનસુરા પોલીસે વિનોદભાઈ લધાભાઈ પટેલની ફરિયાદના આધારે ગુન્હો નોંધી યુવક-યુવતીની લાશને કુવા માંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.